________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
પ્રશ્ન :- “આક્ષેપકશાન” એટલે શું? આક્ષેપક કોને કહેવાય?
ઉત્તર ઃ- આક્ષેપક એટલે આકર્ષણ કરનારૂં, ખેંચનારૂં, પોતાના તરફ લાવનારૂં એવું જ્ઞાન, સારાંશ કે અનાદિકાળથી મોહસંજ્ઞાના બળે આ જીવનું મન પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ અને તેના દ્વારા મળતાં ભોગ-સુખો તરફ ખેંચાયેલું છે જ. સતત તેમાં લીન જ છે. તેમાંથી મન ઉઠાવીને શાસ્ત્રજ્ઞાનમાં જોડનારૂં, મનને આત્મા તરફના ભાવોમાં ખેંચનારૂં જ્ઞાન, અર્થાત્ શાસ્ત્રોના અનુભવોમાં આકર્ષણ કરનારૂં એવું જે જ્ઞાન આક્ષેપકજ્ઞાન અર્થાત્ વિશિષ્ટકોટિના વૈરાગ્યવાળું જે જ્ઞાન તે આક્ષેપકજ્ઞાન કહેવાય છે. છઠ્ઠી સૃષ્ટિમાં વર્તતા જીવનું મન સદા શ્રુતશાસ્ત્રોના અનુભવમાં જ લીન હોવાથી શરીરમાત્ર દ્વારા ભોગવાતા આહારાદિના ભોગો તે જીવને ભવભ્રમણનો હેતુ બનતા નથી.
૪૭૬
પૂજ્ય આનંદઘનજી મ.શ્રીએ પણ કહ્યું છે કે
જિનચરણે ચિત્ત લાવ, વૈસે જિનચરણે ચિત્ત લાવ, ચારો ચરણ કે કારણે રે, ગૌઆ વનમેં જાય. ચારો ચરે ફિરે ચિહું દિશિ, વાંકી નજર વરિઆ. માંહ્ય ચાર પાંચ સાહેલીયાં મિલી, હિલમીલ પાની જાય, તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ. માંહ્ય
વૈસે જિન૦
વૈસે૦ જિન
ગાય વનમાં ચારો ચરવા જાય, ચારે દિશામાં ફરે, પણ તેનું મન તો પોતાના વાછરડામાં જ હોય, તથા ચાર-પાંચ સખીઓ હળી મળીને પાણી ભરવા માટે સાથે જાય, તે પાણીનું ભરેલું બેડું માથા ઉપર મૂકીને ઝપાટા ભેર-રૂવાબ ભેર ચાલે, વાતો કરતી જાય, તાળીઓ દેતી જાય અને ખડખડ હસતી જાય પણ તેની નજર તો ગગુરિઆમાં (ઘડામાં) જ હોય. તેમ પરભાવ દશા રૂપ પૌદ્ગલિક ભાવનાઓથી રહિત એવા આક્ષેપક જ્ઞાનના પ્રભાવથી જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્યકાર્ય કરવા છતાં પણ સદા શ્રુતશાસ્ત્રોના ધ્યાનમાં અને તેના જ સૂક્ષ્મ-સૂક્ષ્મ ચિંતન-મનનમાં જ લીન હોય છે. ।। ૧૬૪ ||
अमुमेवार्थं दृष्टान्तमधिकृत्याह
Jain Education International
ગાથા : ૧૬૪
આ જ અર્થ ઉદાહરણ આપીને સમજાવે છે.
मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।
तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥ १६५ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org