________________
ગાથા : ૧૫૭
૪૫૭
યોગદષ્ટિ સમુચ્ચય अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् ।
અત્ર તત્પર તત્ત્વ, શેષ: પુનરુપનવઃ |૧૭ ગાથાર્થ = આ દૃષ્ટિમાં આવેલા જીવને નિરાબાધ અને અનામય એવું આત્મામાં રહેલું એટલે અબાહ્ય જે જ્ઞાન માત્ર છે. તે જ સાચું “પરમતત્ત્વ” છે. બાકીના બધા જ પદાર્થો ઉપદ્રવ રૂપ (પીડાકારી) જ છે. જે ૧૫૭ll
ટીકા-“ શું”ન્તિઃ વન''મે, જ્ઞિાન” “સનબાથમૂર્તતા” પીડારહિત, “મનામયો ” | ત વ “યત્ર” તત્પરં તત્ત્વ'' વર્તતે સદ્દા તથા માવાન્ ! “ષ: પુનરુપમતથાસ્વરૂપે ” ભાવારિતિ છે ૧૭
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને આત્મામાં રહેલું આન્તરિક ફક્ત એક “કેવલજ્ઞાન” કે જે આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. તે જ “પરમતત્ત્વ” ભાસે છે. આ જ સાચું સુખ છે આ જ પરમ પારમાર્થિક સાર છે એમ લાગે છે. બાકી બધા જ ભાવો ઉપદ્રવ રૂપ છે. જીવને પીડાકારી જ છે. આમ લાગે છે.
પ્રશ્ન :- ફક્ત એક કેવળજ્ઞાન ગુણ જ શા માટે પરમ તત્ત્વ લાગે છે?
ઉત્તર :- તે ગુણ અનાબાધ, નિરામય અને અબાહ્ય છે માટે, તેનો અર્થ આ પ્રમાણે-કેવલજ્ઞાન એ આત્માનો ગુણ છે પરંતુ કોઈ અન્ય દ્રવ્યરૂપ પદાર્થ નથી. અને ગુણ હોવાથી ગુણીની અંદર જ રહેનાર છે. બાહ્ય થતો જ નથી. માટે સદા આત્મામાં જ રહેનારો આન્તરિક ગુણ હોવાથી તે જ “પરમતત્ત્વ છે.
તથા અમૂર્ત હોવાના કારણે પીડા રહિત છે. આ આત્માના પ્રદેશ-પ્રદેશે જેમ અનંત કેવળજ્ઞાન ગુણ છે. તેમ પ્રત્યેક આત્મપ્રદેશો અત્યારે દારિકાદિ શરીરોની સાથે પણ વ્યાપ્ત જ છે. છતાં શરીર મૂર્તિ હોવાથી પીડા યુક્ત છે. શરીર દ્વારા આત્માને પીડા થાય છે. કારણ કે તે મૂર્તિ છે. અને કેવળજ્ઞાન અમૂર્ત હોવાથી આત્માના પ્રદેશ-પ્રદેશે અનંતું અનતું હોવા છતાં પીડાકારી નથી. બલ્ક જગતના શેયભાવોને પ્રકાશિત કરનારું છે.
તથા પ્રદેશ-પ્રદેશે રહેલું આ શરીર રોગોથી ભરપૂર છે પરંતુ આ જ આત્માના પ્રદેશ-પ્રદેશ રહેલું અનંત કેવળજ્ઞાન કોઈપણ પ્રકારના રોગોથી મુક્ત છે. ગત વ આ કારણથી જ આ લોકમાં જે આ જ્ઞાનતત્ત્વ છે. તે જ સાચું સુખદાયી “પરમતત્ત્વ” છે. જ્યારે આ જીવને કેવળજ્ઞાન પ્રગટે ત્યારે આ જીવ દુઃખોથી અને રોગોથી સર્વથા મુક્ત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org