________________
૪૬૫
ગાથા : ૧૬૦
યોગદૃષ્ટિ સમુચ્ચય પાપબંધના હેતુ બનતા નથી. બલ્બ અનાસક્તિભાવના કારણે શુદ્ધ ધર્મ તરફ લઇ જનારા હોય છે. તેથી તેને “પુણ્યાનુબંધી પુણ્ય” કહેવાય છે.
સારાંશ કે જે પુણ્ય ભોગવતાં આસક્તિ અને રાગાદિ હોય તે પાપાનુબંધી પુણ્ય, અને જે પુણ્ય ભોગવતાં અનાસક્તિ અને વૈરાગ હોય તે “પુણ્યાનુબંધી પુણ્ય” કહેવાય છે. કસાઇ, શિકારી, માંસાહારી આદિ થાય તેવો મનુષ્યનો ભવ મળે તે પાપાનુબંધી પુણ્ય, અને સાધુ-સંત થવાના ભાવ જાગે તેવો મનુષ્યનો ભવ મળે તે પુણ્યાનુબંધી પુણ્ય.
પ્રશ્ન :-પુણ્યાનુબંધી પુણ્યોદયજન્ય ભોગો શુદ્ધ ધર્મના જ આક્ષેપક થાય છે. પરંતુ પાપકર્મોનો બંધ કરાવનારા થતા નથી તેનું કારણ શું?
ઉત્તર :- તેનાં ચાર કારણો છે. (૧) તી પ્રતિવીખવક્વાયોગા=પ્રથમ કારણ એવું છે કે પુણ્યાનુબંધી પુણ્યોદય જન્ય ભોગકાળે આસક્તિ, કષાય, રાગ-દ્વેષ અને ધર્મતત્ત્વનો અનાદર ઇત્યાદિ જે જે પ્રમાદો છે. તે તે પ્રમાદનાં કારણોવાળાપણું ત્યાં નથી. તથા જયણાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી હિંસાદિ સ્વરૂપ જે જે “પ્રમાદનાં કારણો” છે. તે કારણોવાળાપણું પણ તે ભોગમાં નથી. તે ભોગોમાં ઉપયોગની શુદ્ધિ હોવાથી પ્રમાદના કારણોવાળાપણાનો અભાવ છે. માટે અનર્થ માટે થતાં નથી. (આ પ્રથમ કારણ).
(૨) પ્રત્યક્તા નવઘતીર્થાનિશુદ્ધ =અતિશય નિર્દોષ (કેવળ પરોપકાર માત્ર કરનારું) એવું તીર્થંકરપણું અને આદિ શબ્દથી ગણધરપણું, આચાર્યપણું ઇત્યાદિ વિશિષ્ટફળશુદ્ધિવાળું આ પુણ્ય છે. જેમ કે મહાવીરપ્રભુ પચ્ચીસમા ભવમાં મનુષ્યનો ભવ, પંચેન્દ્રિયપણું ઇત્યાદિ પુણ્યોદયવાળા ભાવો પામ્યા. પરંતુ તે ભાવોથી તો વીશસ્થાનકનો તપ, સંયમી જીવન આદિ પ્રાપ્ત કરવા દ્વારા તીર્થંકરપણાનું ફળ આપે તેવી શુદ્ધિ પામ્યા. નરક-નિગોદના ભવ હોત તો આ ફળ આપે તેવી શુદ્ધિ ન આવત. માટે પુણ્યાનુબંધી પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ નરભવ, ઔદારિકશરીર, પંચેન્દ્રિય જાતિ, પ્રથમ સંઘયણ આદિ ભોગો વિશિષ્ટ આરાધના કરાવવા દ્વારા તીર્થંકરાદિપણાનું ફળ આપી શકે તેવી વિશુદ્ધિવાળા હોય છે. (આ બીજું કારણ)
(૩) પુણયલાવી મિનિ–આવા પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યોદય દ્વારા પ્રાપ્ત થયેલી માનસિક શુદ્ધિમાં તથા ગાદ્રિ શબ્દથી પવિત્ર વાણીમાં અને પવિત્ર વર્તનમાં માત્ર આગમનો જ આગ્રહ હોવાથી આ ભોગ અનર્થ માટે થતા નથી. મન, વચન અને કાયાની બરાબર શુદ્ધિ જાળવવામાં શાસ્ત્રાજ્ઞાનું જ અનુસરણ કરે છે. ક્યાંય
યો. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org