________________
ગાથા : ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૬૩ થાય છે. અનર્થ માટે થવાનું કારણ “તથાવિધ પ્રમાદ આચરણ” તેમાં છે તે છે. “પ્રમાદ આચરણ” હોવાથી અશુભ કર્મબંધ થાય છે. અને તેવા અશુભ કર્મબંધનો જ્યારે ઉદય થાય ત્યારે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થવા રૂપી અનર્થ થાય જ છે.
પ્રશ્ન : ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલા ભોગસુખમાં “પ્રમાદાચરણ” કેવી રીતે છે?
ઉત્તર :- ભોગસુખોની પ્રાપ્તિ અને તેના માટે ધનની પ્રાપ્તિ, આ બન્ને પ્રાપ્ત કરવામાં હિંસા, અસત્ય, ચૌર્ય આદિ પાપો કરવાં જ પડે છે અને હિંસાદિ પાપો કરવાં તે “પ્રમાદાચરણ” છે. તથા તે મેળવવામાં અને મળેલાને ભોગવવામાં આસક્તિ-પ્રેમ-રતિ-પ્રીતિ થાય છે. તથા રતિજન્ય આનંદ થાય છે. તથા ભોગો ન મળે તો અથવા મળેલા ભોગો ભોગવવા ન મળે તો વૈષ, અપ્રીતિ અને શોકાદિ થાય છે. આ આસક્તિ-રાગ-દ્વેષ અને શોકાદિ એ સર્વે મોહના વિકારો હોવાથી “પ્રમાદાચરણ” છે. તથા ક્રોધાદિ કષાયો પણ વેગથી થાય છે. ભોગકાલે ધર્મતત્ત્વ ભૂલી જવાય છે, તેની ઉપેક્ષા કરાય છે. આ કષાયો અને ધર્મનો અનાદર એ પણ “પ્રમાદાચરણ” છે. આ પ્રમાણે ભોગ સુખો મેળવવામાં અને ભોગવવામાં જીવો પ્રમાદ સેવે જ છે. તથા તેના વિયોગ કાળે તો રડી રડીને અતિશય આર્ત-રૌદ્રધ્યાન કરે છે. તે પણ સર્વે “પ્રમાદાચરણ” છે.
આ વિષય સમજાવવા એક સુંદર ઉદાહરણ ગ્રંથકાર કહે છે કે ચંદન પોતે શીતળ છે. પરંતુ તેનાથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે જ છે. કારણ કે અગ્નિ એ તો આખર અગ્નિ જ છે. બાળવાનો તો તેનો સહજ સ્વભાવ જ છે. આ પ્રમાણે ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો પણ કારણ-સ્વરૂપ અને ફળ રૂપે પ્રમાદાત્મક જ હોવાથી પ્રાણીઓને અવશ્ય અનર્થ માટે જ થાય છે.
પ્રશ્ન :- જો ધર્મજન્ય ભોગસુખો પણ “પ્રમાદાત્મક” જ હોય અને અનર્થને માટે જ થતાં હોય તો પછી તેમાં “પ્રાયઃ” શબ્દ શા માટે કહો છો ? તેમાં શું કંઈ અપવાદ છે?
ઉત્તર :- હે, શુદ્ધક્ષેમિોનિકાસાર્થ શુદ્ધ ધર્મને ખેંચી લાવે તેવા ભોગોના વ્યવચ્છેદ માટે આ પ્રાયઃ શબ્દ છે. આ સંસારમાં પ્રાપ્ત થનારા “ભોગો” બે જાતના હોય છે. એક પાપકર્મોનો આક્ષેપ (આકર્ષી લાવવાનું-ખેંચી લાવવાનું કામ) કરનારા ભોગો, અર્થાત્ પાપ કર્મ બંધાવનારા ભોગો, અને બીજા શુદ્ધ ધર્મનો આક્ષેપ (આકર્ષણખેંચાણ) કરનારા ભોગો, અર્થાત્ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવનારા ભોગો. આ બેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org