________________
૪૬૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૦
પોતાની કલ્પના પ્રમાણે તર્ક-કુતર્કો આ જીવ કરતો નથી. આગમશાસ્ત્રોની આજ્ઞા મુજબ પોતાના ત્રણે યોગીની શુદ્ધિ જાળવવાનો આગ્રહ રાખે છે. (આ ત્રીજું કારણ)
(૪) ધર્મસાત્તોપ =ધર્મ જ છે સારરૂપે જેમાં એવા પ્રકારના ચિત્તની પ્રાપ્તિ થઈ હોવાથી આ ભોગ અનર્થ માટે થતા નથી. પૂર્વબદ્ધ ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી કદાચ કોઈ કોઈ ભોગી કાયાથી છોડી શકાતા નથી. કર્મજન્ય બંધનોના કારણે શરીરથી ભોગો ભોગવવા પડતા હોય છે. પરંતુ તેનું મન તે ભોગોમાં હોતું નથી. તેનું મન તો ધર્મના જ સાર (બળ)વાળું હોય છે. આ જીવો કાયપાતી માત્ર હોય છે. પરંતુ ચિત્તપાતી હોતા નથી. (આ ચોથું કારણ છે.)
આ પ્રમાણે પુણ્યાનુબંધી પુણ્યોદયજન્ય સાંસારિક ભોગો પ્રમાદબીજવાળા ન હોવાથી, તીર્થકરાદિ જેવી ઉત્તમફળયુક્ત શુદ્ધિવાળા હોવાથી, પુણ્યોદયજન્ય શુદ્ધિ અને પ્રવૃત્તિમાં આગમમાત્રના અનુસરણનો જ આગ્રહ હોવાના કારણે તથા ધર્મપરિણામમય ચિત્તવિશેષ હોવાના કારણે અનર્થને માટે થતા નથી. તેથી તેના નિરાસ (વ્યવચ્છેદ) સારું મૂળ ગાથામાં પ્રાય: શબ્દ કહ્યો છે.
પુષશદ્ધસાલાવામfમનિવેશ આ પદમાં બદ્રિ શબ્દથી વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયજન્ય શુદ્ધિ અમે જેમ ઉપર સમજાવી તેમ પુણ્યાનુબંધી પાપના ઉદયકાળે દુઃખની પરિસ્થિતિ હોવા છતાં પણ આગમશાસ્ત્રની આજ્ઞાનું જ મુખ્યત્વે આલંબન હોય છે. તેથી તે પાપોદયજન્ય દુઃખની પરિસ્થિતિ પણ અનર્થ માટે થતી નથી. તે સ્વયં સમજી લેવું. તેથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભોગસામગ્રીને ભોગવવાના કાળે તથા પુણ્યાનુબંધી પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી દુઃખસામગ્રી ભોગવવાના કાળે પણ આગમશાસ્ત્રનું અનુસરણ હોવાથી વિવેકબુદ્ધિ જાગ્રત હોવાના કારણે તે અનર્થ માટે થતી નથી.
પાપાનુબંધી પુણ્યોદયજન્ય ભોગસામગ્રી અનર્થ માટે થાય છે તે સમજાવવા માટે સામાન્યથી એક ઉદાહરણ કહે છે
ચંદનથી પણ પ્રગટ થયેલો અગ્નિ શું બાળતો નથી? અર્થાત્ બાળે જ છે. તેમ અહીં જાણવું. ચંદનનું કાષ્ઠ ઉત્પત્તિમાત્રથી જ તેવા પ્રકારની શૈત્યપ્રકૃતિવાળું જ છે. છતાં તેમાંથી પ્રગટ થયેલ અગ્નિ બાળે જ છે. કારણ કે અગ્નિ તેવા પ્રકારના (બાળવાના જ) સ્વભાવવાળો છે. અહીં કારણ શીતળ પ્રકૃતિવાળું છે છતાં તેનું કાર્ય દાહજનક હોવાથી અનર્થકારી જ છે. તેવી રીતે કારણભૂત એવો ધર્મ કે ધર્મનું આચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org