________________
૪૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૦-૧૬૧ આ પ્રમાણે મોહની વાસનાઓ રહિત કેવળ આત્મહિત અને મુક્તિપ્રાપ્તિના આશયવાળા શુદ્ધભાવથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યાનુબંધી પુણ્ય છે. તેના ઉદયકાળે જીવ વિવેકી રહે છે. ભોગોમાં આસક્ત અને રાગી બનતો નથી. ના છૂટકે જ ભોગો ભોગવે છે. તેનું ચિત્ત ધર્મપરાયણ જ હોય છે. માટે તે અનર્થનું કારણ બનતું નથી. પરંતુ મોહની વાસનાઓ પૂર્વક કેવળ સાંસારિક ભોગસુખો મેળવવા માટે જ જે ધર્મનું આલંબન સ્વીકારે. તેનાથી બંધાયેલું પુણ્ય તે અશુદ્ધ ભાવોથી બંધાયું છે માટે પાપાનુબંધી પુણ્ય છે. તેના ઉદયકાળે જીવ અવિવેકી બને છે. મોહાંધ થાય છે. ભોગોમાં આસક્ત અને અતિશય રાગી બને છે. તેનું ચિત્ત ધર્મના અનાદરવાળું હોય છે. તેથી તે ભોગો અનર્થનું કારણ બને છે. / ૧૬૦
भोगात्तदिच्छाविरतिः, स्कन्धभारापनुत्तये ।
स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥ १६१॥ ગાથાર્થ = ભોગો ભોગવી લેવાથી તાત્કાલિક તે ભોગની ઇચ્છાની જે નિવૃત્તિ થાય છે. તે તેવા પ્રકારના ભોગો ભોગવવાના સંસ્કારોને (તીવ્રતર) કરનાર હોવાથી આ નિવૃત્તિ એક ખભાના ભારને દૂર કરવા માટે બીજા ખભા ઉપર ભાર ઉચકવા તુલ્ય છે. જે ૧૬૧ ||
ટીકા-“મોત્” સવાશાત્ “ચ્છિાવિરતિષ્ઠાવિરતિસ્તાાત્નિ” ! ક્રિમિત્યદિ-“ચૂમરાપનુ” ચમારપનુક્યર્થ, “ન્યાન્તરસમો : ” वर्तते । कुत इत्याह-"तत्संस्कारविधानतः" तथाकर्मबन्धेनानिष्टभोगसंस्कारविधानात्तत्त्वतस्तदिच्छाऽनिवृत्तेरिति । उक्ता पञ्चमी दृष्टिः । सत्यामस्यामपरैरपि योगाचार्यैरलौल्यादयो गुणा: प्रोच्यन्ते । यथोक्तम् -
- વિવેચન :- જયારે જ્યારે સાંસારિક ભોગ સુખો ભોગવવાની ઇચ્છા થાય છે. ત્યારે ત્યારે તે ભોગસુખો (ઇચ્છાનુસાર) ભોગવી લેવાથી આ જીવની ભોગતૃષ્ણા નાશ પામી જાય છે, એમ કોઈ માને છે. પરંતુ તે ભ્રમમાત્ર જ છે. એમ જણાવતાં કહે છે કે
ભોગસુખો પોતાની ઈચ્છાનુસાર ભોગવવાથી તાત્કાલિક ભોગ-સુખોની ઇચ્છાની નિવૃત્તિ થાય છે. પરંતુ વાસ્તવિકપણે ભોગસુખો ભોગવવાની જે તૃષ્ણા છે, તેનો નાશ થતો નથી. કારણ કે જ્યારે આ જીવ ભોગસુખોમાં જોડાય છે, ત્યારે તેની આસક્તિ અતિશય હોવાથી જીવ અશુભ કર્મબંધ કરે છે. અને તે અશુભ કર્મબંધના કારણે અનિષ્ટ એવા ભોગોના સંસ્કારોનું જ બીજાધાન થતું હોવાથી તાત્ત્વિકપણે તે ભોગેચ્છાની નિવૃત્તિ થઈ જ નથી. આ વાત સુંદર એવા એક દષ્ટાન્તથી સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org