________________
ગાથા : ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૬૭ શીતળતાની જેમ હિતકારી છે. પરંતુ તેનાથી બંધાયેલા પુણ્યના ઉદયજન્ય ભોગવિસ્તાર હિંસાદિ પ્રમાદબીજ હોવાથી અનર્થ માટે જ થાય છે. એમ ઉદાહરણ અહીં સમજવું.
પુણ્યોદયજન્ય ભોગવિસ્તાર અનર્થ માટે થાય છે. તેનું કારણ તે ભોગવિસ્તાર આસક્તિ પૂર્વક એટલે રાગાદિ અને હિંસાદિ દ્વારા ભોગવાય છે. પ્રમાદબીજ છે તેથી અનર્થ માટે થાય છે. છતાં જે ભોગવિસ્તાર અનાસક્તિથી રાગાદિ-રહિતપણે ભોગવાય, જેમાં પ્રમાદ બીજ ન હોય, તે ભોગો અનર્થ માટે થતા નથી. તેવી રીતે અગ્નિના ઉદાહરણમાં પણ ચંદનથી પ્રગટેલો અગ્નિ બાળે જ છે. ત્યાં પણ પ્રાયઃ બાળે છે એ પદ જોડવું. અર્થાત્ આ અગ્નિ (બાળવાના સ્વભાવવાળો) હોવા છતાં પણ હવે તે હત્યપ શત્ (કવિ) કોઈક અગ્નિ કોઇકસ્થાને બાળવાનું કામકાજ નથી પણ કરતો. માટે પ્રાયઃ બાળે છે એમ જાણવું. સત્યમંત્ર (પ્રભાવકમંત્ર)થી સંસ્કાર કરાયેલો એવો અગ્નિ બાળતો નથી. સત્યમંત્રથી મંત્રિત થયેલા અગ્નિથી દાહની અસિદ્ધિ છે. તથા જે સ્થાને સત્યમંત્રથી મંત્રિત અગ્નિ નથી છતાં પણ જો ચંદ્રકાન્ત મણિનું સાન્નિધ્ય હોય તો પણ તે સ્થાને તે અગ્નિથી દાહની અસિદ્ધિ છે. આ વાત સકલલોકમાં પ્રસિદ્ધ જ છે. એટલે અગ્નિમાં જેમ પ્રાય: “દાહકતા” છે. તેમ પુણ્યોદયજન્ય ભોગવિસ્તારમાં પણ પ્રાયઃ “અનર્થકારિતા” છે.
પ્રશ્નઃ- પાપકર્મ બંધાવવા દ્વારા અનર્થકારી બને એવા ભોગો, અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવે એવો ભોગો, આ બન્નેની પ્રાપ્તિ તો પુણ્યોદય રૂપ એક જ કારણથી થાય છે. તો પછી ભોગજન્ય કાર્યમાં ભેદ શા માટે છે?
ઉત્તર - અનર્થકારી ભોગો અપાવે એવું પુણ્ય જ્યારે અતીત ભવોમાં બાંધ્યું હોય છે. ત્યારે સાંસારિક સુખોની વાસનાઓ પૂર્વક બાંધ્યું હોય છે. તેને જૈનશાસ્ત્રોમાં
અશુદ્ધભાવ” કહેવાય છે. આવા પ્રકારના અશુદ્ધભાવોથી બંધાયેલું પુણ્ય તેના ઉદયકાળ ભોગો આપે છે પરંતુ જીવને પ્રમાદમાં જોડવા દ્વારા અનર્થકારી બને છે. પરંતુ શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવે એવું પુણ્ય જ્યારે અતીત ભવોમાં બાંધ્યું હોય ત્યારે સાંસારિક સુખોની વાસનાઓ વિના અર્થાત્ સાંસારિક સુખો એ મહા અનર્થકારી અને બંધનરૂપ છે એમ સમજી તેમાંથી મુક્ત થવાના આશયથી બંધાયેલું હોય છે તેને જૈનશાસ્ત્રોમાં “શુદ્ધભાવ” કહેવાય છે. આવા પ્રકારના શુદ્ધભાવોથી બંધાયેલું પુણ્ય તેના ઉદયકાળ ભોગો અવશ્ય આપે જ છે. પરંતુ તે ભોગો જીવને પ્રમાદમાં નાખી શકતા નથી. તેથી તે ભોગો અનર્થકારી બનતા નથી.
મોહની વાસનાઓ પૂર્વક બંધાયેલું પુણ્ય તે પાપાનુબંધી પુણ્ય અને મોહની વાસનાઓથી નિરપેક્ષપણે બંધાયેલું પુણ્ય તે પુણ્યાનુબંધી પુણ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org