________________
૪૬૨
ગાથા : ૧૬૦
યોગદૃષ્ટિ સમુચ્ચય धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् ।
चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥ १६०॥ ગાથાર્થ = ધર્મથી પ્રાપ્ત થતા ભોગો પણ ઘણું કરીને જીવોને અનર્થને માટે જ થાય છે. જેમ કે ચંદનથી પ્રગટ થયેલો અગ્નિ પણ બાળે જ છે. || ૧૬oll
ટીકા-“થમ િમલન મm' તેવોજી, “Hો'' વાહન, "अनर्थाय देहिनां," तथाप्रमादविधानात् । प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादबीजवत्त्वायोगात्, अत्यन्तानवद्यतीर्थङ्करादिफलशुद्धेः, पुण्यशुद्धयादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । सामान्यतो दृष्टान्तમારં-વારિ સપૂતઃ” તથાત્યપ્રવૃત્તિ | વિમિત્યાદ-“હવે હુતાણી:” तथास्वभावत्वात् । प्राय एतदेव न दहत्यपि कश्चित् (क्वचित् ) सत्यमन्त्राभिसंस्कृताद् दाहासिद्धेः सकललोकसिद्धमेतदिति ॥ १६०॥
- વિવેચન -આ દૃષ્ટિમાં આવેલા જીવોને સાંસારિક ભોગોના વિલાસની કોઇપણ ચેષ્ટા બાલધૂલીગૃહતુલ્ય, માયામરીચિતુલ્ય ઇત્યાદિ તુલ્ય લાગે અને સર્વે ભોગવિસ્તાર પાપનો મિત્ર હોવાથી પ્રાણીઓને આનંદ માટે થતો નથી. એમ ઉપર સમજાવવામાં આવ્યું છે ત્યાં કોઈક પ્રશ્ન કરે છે કે
પ્રશ્ન :- ધર્મ કરવા દ્વારા બંધાયેલા પુણ્યથી જે ભોગસમૂહ પ્રાપ્ત થાય. તે તો અનર્થ માટે ન થાય ને ? અર્થાત્ પાપકર્મ કરવા દ્વારા જે ભોગસમૂહ પ્રાપ્ત થાય તે તો અનર્થ માટે થાય, એ સમજી શકાય છે. પરંતુ ધર્મ કરવા દ્વારા જે ભોગસમૂહ પ્રાપ્ત થાય તે તો પૂર્વોક્તથી વિપરીત છે માટે તે તો અનર્થ માટે ન થાય ને? અનર્થ માટે ન થવો જોઇએ.
ઉત્તર - ધર્મ કરવા દ્વારા પણ પ્રાપ્ત થયેલો ભોગસમૂહ પ્રાણીઓને ઘણું કરીને બહુલતાએ અનર્થ માટે જ થાય છે. અહીં મૂળમાં લખેલ સપિ શબ્દનો અર્થ એવો કરવો કે પાપકર્મ કરવા દ્વારા પ્રાપ્ત થયેલો ભોગસમૂહ તો અનર્થને માટે છે જ. પરંતુ ધર્મ કરવા દ્વારા પ્રાપ્ત થયેલો ભોગસમૂહ પણ અનર્થ માટે પ્રાય થાય છે.
પ્રશ્નઃ- ધર્મ કરવા દ્વારા પ્રાપ્ત થયેલો ભોગસમૂહ “કયા કારણે” અનર્થ માટે થાય છે? ઉત્તર- તેમાં તેવા પ્રકારના “પ્રમાદનું સેવન” કરાય છે. માટે તે અનર્થ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org