________________
ગાથા : ૧૫૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૬૧ ચોરાયેલો માલ બજારમાં વેચાવા આવે તો ઓછા ભાવે મળતો હોવા છતાં ઉત્તમપુરુષોને (બુદ્ધિમંતોને) તે લેવો ગમતો નથી. કારણ કે જે ચોરાયેલો માલ લે, તે ચોરી કરતા પકડાતાં જ્યાંથી મુદામાલ નીકળે તે પણ ગુન્હેગાર ગણાય અને દંડ, કારાવાસ અને અપયશ આવે. તેથી જેની પાછળ ભાવિમાં આવાં દુઃખો હોય તે સુખી બુદ્ધિમંતોને આનંદ માટે થતાં નથી. તેવી જ રીતે પાપસખાવાળો ભોગવિસ્તાર આ દૃષ્ટિવાળાને આનન્દકારી થતો નથી.
પ્રશ્ન :- સંસારનો ભોગવિસ્તાર પાપસખાવાળો કેવી રીતે છે?
ઉત્તર :-સંસારનાં કોઇપણ ભોગસુખો હિંસા, જુઠ આદિ પાપો કરવા વડે જ મળે છે. ધન મેળવવામાં પણ માયા, જુઠ, જીવહિંસા આચરવી જ પડે છે. તથા મળેલા ભોગો ભોગવતી વખતે હિંસાદિ પાપ કરવાં જ પડે છે. મૈથુનાદિમાં ભોગકાળે પણ દ્રવ્યહિંસા અને આસક્તિ રૂ૫ ભાવહિંસા પણ છે. વિશિષ્ટ ખાદ્યભોજન બનાવવામાં પણ જીવહિંસા અને ભોજન કરવામાં પણ આસક્તિરૂપ ભાવહિંસા આદિ છે જ. એટલે અઢારે પાપસ્થાનકો છે મિત્ર જેનો એવો આ સુખભોગ બુદ્ધિમાનોને આનંદ માટે કેમ થાય?
સર્પની ફણા ઉપરનો મણિ લેવો કોને ગમે? જે મણિના લાભના સુખની પાછળ સર્પદંશનું અને તેના દ્વારા મૃત્યુનું દુઃખ છે જ. તેથી ચતુર પુરુષો આ મણિ લેવા સર્પની નજીક જતા નથી. તેવી રીતે જે ભોગસુખોની પાછળ ભોગ મેળવવા માટે કરેલાં અને ભોગોનો આનંદ માણતાં કરેલાં પાપોના ઉદયથી દુઃખ જ દુઃખ આવે છે તે ભોગવિસ્તાર ધમન્તોને આનંદદાયક કેમ થાય?
સંસારનાં ભોગસુખો તે પાપની સાથે આ અવિનાભાવ સંબંધવાળાં છે. માટે પાપસખા કહ્યું છે. ભૂતોને (જીવોને હણ્યા વિના ભોગસુખો પ્રાપ્ત થતાં નથી. અને ભૂતોના (જીવોના) ઉપઘાતથી (હણવાથી) અવશ્ય પાપ થાય છે. એવી ભાવના આ દૃષ્ટિવાળા જીવોને આવે છે. મેં ૧૫૯ | धर्मभोग सुन्दर इत्यप्याशङ्कापोहायाह
પાપસખાવાળો ભોગવિસ્તર દુઃખદાયી હોવાથી ભલે સુંદર નથી. પરંતુ ધર્મથી મળેલો ભોગ તો સુંદર કહેવાય જ ને? એવી કોઈ શંકા કરે તો તે દૂર કરવા માટે કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org