________________
૪૫૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૭-૧૫૮
પ્રશ્ન :- આ કેવલજ્ઞાનને પરમતત્ત્વ કેમ કહો છો.
ઉત્તર :- સદ્દા તથા માવા-જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયથી નિષ્પન્ન થયું છે તેથી ક્ષાયિકભાવવાળું હોવાથી હંમેશાં તેવું ને તેવું જ રહે છે. કદાપિ વધ-ઘટ થતું નથી. કરમાતું નથી. પ્લાન થતું નથી ઝાંખુ પણ પડતું નથી, સદાકાળ એકસરખી
જ્યોતિર્મય હોવાથી આ જ સાચું “પરમતત્વ” છે. સંસારના બાકીના શેષ સમસ્તભાવો પૌદ્ગલિક હોવાથી કર્મની પરાધીનતાવાળા હોવાથી ઉપદ્રવ રૂપ છે. દુઃખદાયી છે. પીડાકારી છે. કારણ કે તથાસ્વરૂપે માવાહિતિ=સદાકાળ આ પૌગલિક શેષભાવો તેવા સ્વરૂપે જ એટલે ઉપદ્રવકારી સ્વરૂપે જ રહે છે. તે ભાવોમાંથી કોઈપણ દિવસ સુખની અપેક્ષા રાખવી નહી. જેમ વિષ સદા મારક જ હોય છે તેમ સાંસારિક શેષ સર્વભાવો સદાકાળ તથા સ્વરૂપે જ (પીડાકારી સ્વરૂપે) જ હોય છે.
આ દૃષ્ટિમાં આ જીવને જ્ઞાનગુણ એ જ સાર અને શેષ સર્વભાવો અસાર છે. એમ સમજાય છે. તે ૧૫૭ /
एवं विवेकिनो धीराः, प्रत्याहारपरास्तथा ।
धर्मबाधापरित्याग-यत्नवन्तश्च तत्त्वतः ॥ १५८॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં આવેલા જીવો આ પ્રમાણે વિવેકી, ધીર, પ્રત્યાહાર નામના યોગાંગમાં તત્પર, તથા પારમાર્થિક રીતે ધર્મની બાધા કરે તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવાના પ્રયત્નવાળા હોય છે. જે ૧૫૮ ||
ટીકા-““pવધુવતિનીત્યા, “વિનિ ' તે, “ધી” અપના:, “પ્રત્યાહરપા'' વતન્નક્ષUHપ્રત્યાહારપ્રથાના | ‘‘તથા'' તે પ્રશ્નારે, “થનાથપરિત્યાયનવન્ત'' તથાસ્ત:પરિશુદ્ધ, “તત્વતઃ' પરમાર્થોર | દિ भिन्नग्रन्थित्वादुत्तमश्रुतप्रधाना इत्येवमालोचयन्ति ॥ १५८॥
વિવેચન :- આ દૃષ્ટિમાં આવેલા જીવો આ પ્રમાણે એટલે શ્લોક ૧૫૫ થી જે કહ્યું તે પ્રમાણેની નીતિને અનુસારે નીચે મુજબ ગુણોવાળા હોય છે.
વિવેકી - વિવેકવાળા હોય છે. આત્માનું હિતાહિત શામાં છે તેનો વિવેક કરીને હિતમાં વર્તનારા અને અહિતથી નિવર્તનારા હોય છે. તે જ રીતે ભક્ષ્યાભઢ્ય, પેથાપેય, કર્તવ્યાકર્તવ્ય વગેરે સર્વકાર્યોમાં બહુ જ વિવેક-બુદ્ધિ વાપરનારા અને આત્માનું હિત (કલ્યાણ) થાય તેમ વર્તનારા હોય છે. શરીરાદિ સર્વે ભાવો આત્માથી ભિન્ન છે, દુઃખનું જ કારણ છે એમ સમજીને શરીરની ટાપટીપ અને શોભા-સુંદરતાથી દૂર રહેનારા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org