________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૫-૧૫૬
પડે. છતાં ભાંગે, તૂટે અને પડે તેથી તુચ્છ અને અસાર છે. વળી બાળકોનાં ધૂલીગૃહો નાશવંત જ છે. તેવી જ રીતે સંસારના સર્વે પણ ભોગવિલાસના ભાવો નાશવંત જ છે. માટે અસ્થિર છે. આપણા જીવતાં જીવતાં પણ ક્રોડપતિ મનુષ્યોને રોડપતિ થઇ જતા દેખીએ છીએ. આ પ્રમાણે પ્રકૃતિએ અસુંદર અને અસ્થિર (નાશવંત) હોવાથી સંસારની સર્વે પણ ક્રીડાઓ બાળકોના ધૂલીગૃહની ક્રીડાતુલ્ય છે.
પ્રશ્ન :- ચક્રવર્તીની ભોગ ક્રીડા જેવી શ્રેષ્ઠ ભોગક્રીડા તો ધૂલીગૃહતુલ્ય નથી ને ?
ઉત્તર :- સંસારમાં પ્રત્યેક જીવોને પોતપોતાના પુણ્યકર્મ પ્રમાણે ભોગવિલાસની પ્રાપ્તિ થાય છે. તે સર્વ માનવીઓમાં ચક્રવર્તીનું પુણ્ય સર્વથી શ્રેષ્ઠ છે. તેના કારણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોગ-વિલાસની પ્રાપ્તિ (છખંડના રાજ્યની પ્રાપ્તિ, અનેક સ્ત્રી-પુત્રરત્નોની પ્રાપ્તિ, ચૌદ રત્ન, નવ નિધાન આદિની પ્રાપ્તિ) ચક્રવર્તી રાજાઓને હોય છે. અહીં ગ્રંથકાર આ ચક્રવર્તીનો ઉલ્લેખ કરીને જણાવે છે કે ચક્રવર્તી રાજા જેવા મહારાજાની પણ રાજ્યઋદ્ધિ અને ભોગવિલાસ રૂપ આ સંસારક્રીડા બાળકોના ધૂલીગૃહની ક્રીડાતુલ્ય છે. કારણ કે તે પણ પ્રકૃતિએ અસુંદર અને અસ્થિર અવશ્ય છે જ. પુણ્યકર્મ સમાપ્ત થતાં આ સંપત્તિ પણ ચાલી જ જાય છે. તો પછી સામાન્ય માનવીની ભોગવિલાસની સંપત્તિની વાત તો કરવી જ શું?
પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી યશોવિજયજીએ જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि ।
तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षाऽपि नाप्यते ॥
આવો વૈરાગ્ય આ દૃષ્ટિમાં આવવાનું કારણ સમ્યક્ત્વ, ગ્રન્થિભેદ, અને વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ આદિ છે. ॥ ૧૫૫ ||
"
“સ્વન:
૪૫૫
ગાથાર્થ =આ દૃષ્ટિમાં આવેલા જીવો ગૃહ અને ધનાદિ સંસારસુખના હેતુભૂત બાહ્યભાવોને શ્રુતજ્ઞાનના પ્રભાવે પરમાર્થથી મૃગતૃષ્ણિકા, ગાન્ધર્વનગર અને સ્વપ્ન સદંશ છે એમ જાણે છે. || ૧૫૬
मायामरीचिगन्धर्व-नगरस्वप्नसन्निभान् ।
बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥
Jain Education International
ટીકા -‘માયામરીથયો'' મૃતૃધ્ધિા, ‘“ન્થવનગર’’હરિશ્ચન્દ્રપુરાતિ, '' પ્રતીત વ, તત્સમિાતાારાનું, “વાહ્યાન’વેહાહારીન, ‘‘પતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org