________________
ગાથા : ૧૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૫૩ જ પડે ત્યાં રસનેન્દ્રિય અને રસનો સંયોગ થાય જ, વિહાર કરતાં રસ્તામાં બગીચા આવે તો ધ્રાણેન્દ્રિય અને ગંધનો સંયોગ થાય જ. નજર નાખતાં જ મનુષ્યનાં રૂપાદિ અને શ્રોત્રથી શબ્દાદિ જણાય જ. તેવા પ્રસંગે રાગાદિ ન કરવા તે બીજો ઉપાય.
આ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયો સાથે ન જોડવી તે, અથવા જ્યાં જોડવી જ પડે તેમ હોય ત્યાં વિકારો ન કરવા તે ઇન્દ્રિયજયના બે ઉપાયો છે. આ કારણથી જ ઈન્દ્રિયો પોતાના આત્મતત્ત્વના ચિંતન – મનનમાં જ લીન થાય છે તેને જ પ્રત્યાહાર એવું યોગાંગ કહેવાય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ યોગદષ્ટિની સજઝાયમાં કહ્યું છે કે
વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. (એ ગુણ-પ-૪)
ભ્રમદોષત્યાગ = આ દૃષ્ટિમાં વંદનાદિ ક્રિયા કરતી વખતે ભ્રમદોષ હોતો નથી. ભ્રમ એટલે ક્રમનું ઉલ્લંઘન. ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક, પૂજા આદિ સર્વે પણ ધર્મનાં કાર્યો આચરતી વખતે જૈનશાસ્ત્રોના અનુસાર જે ક્રમ જણાવવામાં આવ્યો છે, તે ક્રમ પ્રમાણે જ કરે. એટલે કે વિધિપૂર્વક કરે અને કયાંય પણ ક્રમનું (આજ્ઞાનું) ઉલ્લંઘન ન થઈ જાય તેની પૂરેપૂરી કાળજી રાખે. એટલે ઉપયોગપૂર્વક કરે. આ રીતે વિધિપૂર્વક અને ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ હોવાથી ક્રિયામાં કોઈ દોષો ન લાગવા દે. અતિચારો ન આવવા દે. તેથી આ વંદનાદિ કૃત્ય “અનઘ” (દોષ વિનાનું) કરે. કારણ કે તેમાં અતિચારો ન લાગે તેનો ઉપયોગ હોવાથી આ સર્વે કૃત્ય નિષ્પાપ કરે છે.
સૂક્ષ્મબોધ રૂપ ગુણપ્રાણિક ગાથા ૬૫માં સૂક્ષ્મબોધનું લક્ષણ પૂર્વે જણાવ્યું છે. અવિપરીત વિધિ વડે એટલે જે વસ્તુનું સ્વરૂપ જેમ છે તે જ રીતે હેતુ, સ્વરૂપ અને ફળ એમ ત્રણ પ્રકારે વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી જે પારમાર્થિક બોધ થાય તે સૂક્ષ્મબોધ કહેવાય છે. આ દૃષ્ટિ આવે ત્યારે તેના પૂર્વકાલમાં ગ્રન્થિભેદ પણ થયો છે. અને તેના દ્વારા સમ્યકત્વગુણ પણ પ્રાપ્ત થયો છે. અને તે કારણથી વેદ્યસંવેદ્યપદની પણ ઉપપત્તિ (પ્રાપ્તિ) થઈ છે. તે બન્ને કારણોથી હવે આ જીવને ઉપરોક્ત સૂક્ષ્મબોધ (જીવ-અજીવઅને સંસાર-મુક્તિ આદિ પદાર્થોનો પારમાર્થિક બોધ) પ્રવર્તે છે. અહીં વેદ્યસંવેદ્યપદનો અર્થ તથા ભાવાર્થ ગાથા ૭૩માં આવેલો છે.
આ પ્રમાણે ચોથા ગુણઠાણેથી શરૂ થતી આ સ્થિરાદષ્ટિ ક્ષાયિકાદિને નિરતિચાર અને નિત્ય બોધવાળી હોય છે. અને ક્ષાયોપથમિક સમ્યકત્વવાળાને સાતિચાર અને અનિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org