________________
૪૫૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૪ તે જ રીતે ક્ષાયોપથમિક સભ્યત્વવાળા જીવને સાતિચાર સ્થિરાદષ્ટિમાં પ્રક્ષણ થયો છે નયન પડલનો ઉપદ્રવ જેને એવો બોધ હોય છે. પરંતુ તે વૈદ્ય કહેલા ઉપાયોને ન જાણવા તુલ્ય બોધ હોય છે. તેથી આ પુરુષને ઉપાયોના અનવબોધથી જેમ ભાવિમાં ચક્ષુરોગ આવવાનો સંભવ છે. તેમ આ જીવને ભાવિમાં અતિચારો આવે છતે આ શુદ્ધ બોધ મલીન થવાથી ચાલ્યો પણ જાય છે. એટલે અનિત્ય થાય છે તેવા તેવા અતિચારોનો સદ્ભાવ થવાથી શુદ્ધ બોધ ચાલ્યો પણ જાય છે. માટે અનિત્ય પણ છે. અહીં નિત્યનો અર્થ નિરતિચાર અને અનિત્યનો અર્થ સાતિચાર જાણવો. જેમ રત્નોની પ્રભા કદાપિ નાશ પામતી નથી. પરંતુ ધૂળ આદિના ઉપદ્રવવાળી બને છે. એટલે ધૂળ લાગવાથી ઝાંખી થઈ હોય, મલીન થઈ હોય તો પણ રત્નનું તે જ નાશ પામી ગયું છે એમ વ્યવહાર થાય છે. નિરતિચાર સ્થિરાદષ્ટિમાં ધૂળના ઉપદ્રવ વિનાની રત્નપ્રભા જેવો બોધ છે. અને સાતિચાર સ્થિર દૃષ્ટિમાં ધૂળના ઉપદ્રવવાળી રત્નપ્રભા જેવો બોધ છે. એમ સમજવું.
યોગનું અંગ પ્રત્યાહાર = યોગનાં આઠ અંગોની વ્યાખ્યા પાતંજલ ઋષિના બનાવેલા “યોગસૂત્ર”માં છે. તેમાંથી પ્રત્યાહાર નામના પાંચમા આ યોગાશની વ્યાખ્યાવાળું સૂત્ર જ ટાંકે છે કે- “વિષયાસક્યોને સ્વરિત્તસ્વરૂપનુવારી ક્રિયા પ્રત્યાહાર:"=(૨-૫૪) પોતપોતાના વિષયોના સંયોગનો ત્યાગ કરીને સ્વચિત્તના (આત્માના) સ્વરૂપમાં અનુકરણ કરવાવાળી (રમણતા કરવાવાળી) ઇન્દ્રિયોની જે સ્થિતિ તે પ્રત્યાહાર કહેવાય છે. એટલે કે ઈન્દ્રિયો પોતપોતાના ભોગને યોગ્ય રૂપ-રસ ગંધ સ્પર્શ આદિ વિષયોની સાથે ન જોડાય અને જોડાઈ હોય તો આસક્તિ ન પામે તે પણ ન જોડાયેલી જ કહેવાય છે. અને આત્માના સ્વરૂપમાં રમણતાનું અનુકરણ કરવાવાળી બને તે પ્રત્યાહાર કહેવાય છે.
જૈનશાસનમાં ઇન્દ્રિયજયના બે ઉપાયો જણાવ્યા છે. (૧) ઇન્દ્રિયો સાથે વિષયો ન જોડવા. ચક્ષુથી રાગાદિ થાય તેવાં રૂપો જોવાં નહીં. જિલ્લાથી રસાદિનો ઉપભોગ કરવો નહીં. ધ્રાણથી ગંધાદિ સુંઘવાં નહી, ઇત્યાદિ પાંચ ઇન્દ્રિયોને અને મનને પોતપોતાના વિષયોનો અસંપ્રયોગ કરવો-કરાવવો તે પ્રથમ ઉપાય છે. કારણ કે ઇન્દ્રિયો વિષયો સાથે જોડાય જ નહીં તો પ્રાયઃ આસક્તિ થાય જ નહીં માટે આ પ્રથમ ઉપાય છે. પરંતુ જ્યાં આ શક્ય ન હોય અને ઇન્દ્રિયો વિષયો સાથે જોડવી જ પડે તેમ હોય ત્યાં રાગ-દ્વેષાદિ વિકારો ન કરવા તે બીજો ઉપાય જાણવો. જેમ કે ભોજન કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org