________________
ગાથા : ૧૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૫૧ સમ્યકત્વકાળે આવેલી સ્થિરા દષ્ટિ નિરતિચાર હોય છે. અને ક્ષાયોપથમિક સમ્યકત્વકાળે સમ્યકત્વમોહનીયનો ઉદય અવશ્ય હોય જ છે. તેથી તજ્જન્ય અતિચારો પણ હોય જ છે. તેથી ક્ષાયોપથમિક સમ્યકત્વકાળે આવનારી સ્થિરા દૃષ્ટિ સાતિચાર હોય છે. આ પ્રમાણે સ્થિરા દષ્ટિ સાતિચાર અને નિરતિચાર એમ બે જાતની હોય છે.
સમ્યકત્વમોહનીયનો ઉદય એ મિથ્યાત્વમોહનીયમાંથી અતિશય રસઘાત થયેલ હોવાથી સમ્યકત્વનો ઘાત કરી શકતો નથી. પણ પ્રાપ્ત થયેલા સમ્યકત્વમાં અતિચારો (દોષો) અવશ્ય લાવે જ છે. કારણ કે તેમાં હજુ મંદ દ્રિસ્થાનિક અને એક સ્થાનિક રસોઇયનું વેદન છે. તેથી સમ્યકત્વમોહનીયના ઉદયવાળા કાળે સાતિચાર અને શેષકાલે નિરતિચાર આ દષ્ટિ કહેવાય છે.
આ સ્થિરાદષ્ટિમાં બોધ (જ્ઞાનમાત્રા) નિત્ય હોય છે. એટલે અપ્રતિપાતી હોય છે. મૂલશ્લોકમાં તથા ટીકામાં જે નિત્યનું વિધાન છે. તે નિરતિચાર એવી ક્ષાયિકાદિ સમ્યકત્વકાળભાવિની સ્થિરાદષ્ટિમાં જાણવું. કારણ કે તેમાં અતિચારોનો અભાવ હોવાથી જે બોધ થયેલ છે. તે બોધ મલીન થતો નથી. એટલે જેવો છે તેવો જ નિર્મળ સદા રહે છે. માટે નિત્ય કહેલ છે. પરંતુ ક્ષાયોપથમિક કાળે આ બોધ અનિત્ય જાણવો. કારણ કે ત્યાં અતિચારોનો યોગ હોવાથી અતિચાર લાગવાથી પ્રાપ્ત થયેલ શુદ્ધ બોધ ચાલ્યો પણ જાય છે. માટે સાતિચાર સ્થિરાદષ્ટિમાં આ બોધ અનિત્ય છે. આ વાત ચક્ષુના ઉદાહરણથી ગ્રંથકાર ટીકામાં સમજાવે છે કે
બે પુરુષો છે. બન્નેને આંખોના પડલમાં ઉપદ્રવ (દુઃખાવો) થાય તેવો ચક્ષુરોગ થયો. બન્ને પુરુષોએ વૈદ્ય પાસે દવા લીધી. બન્નેની આંખોમાંથી આ ચક્ષુરોગ ક્ષીણ થઈ ગયો. પરંતુ તેમાંના પ્રથમ રોગીએ ફરીથી આ આંખોમાં આવા રોગો ન થાય તેના ઉપાયો (ઔષધો) પૂછી લીધા અને જાણી લીધાં. અને પ્રતિદિન તે ઉપાયોનું સેવન ચાલુ જ રાખ્યું. જેથી ક્ષીણ થયો છે નયનના પડલનો ઉપદ્રવ જેને એવો આ પ્રથમ રોગી પુરુષ તે વૈદ્ય કહેલા ઉપાયોનો (ઔષધોનો) જાણકાર હોવાથી અને નિત્ય તેનું સેવન કરનાર હોવાથી હવે તેને ચક્ષુરોગ થવાનો જ નથી. તેના જેવી સ્થિરાદષ્ટિ નિરતિચાર ક્ષાયિકાદિને હોય છે. તેથી તેનો બોધ નિત્ય=અપ્રતિપાતી હોય છે.
પરંતુ પક્ષીણ થયો છે નયન પટલનો ચક્ષુરોગ જેને એવો બીજો જે રોગી પુરુષ છે. તેણે આંખમાં ફરીથી આવો ચક્ષુરોગ ન થાય એવા તેના ઉપાયો (ઔષધો) બરાબર પૂક્યાં નહીં. અથવા પૂક્યાં હોય તો વૈદ્ય કહેલા તે ઉપાયો (ઔષધો) બરાબર સમજ્યો નહીં. તેથી ફરીથી આવો ચક્ષુરોગ ન થાય તેવા ઉપાયો તે સેવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org