________________
૪૫૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૪-૧૫૫
બોધવાળી હોય છે. તથા ત્યાં પ્રત્યાહાર નામનું યોગનું અંગ, ભ્રમ દોષનો ત્યાગ, અને સૂક્ષ્મતત્ત્વ બોધરૂપ ગુણ પ્રાપ્તિ થાય છે. ઉપાધ્યાયજી મહારાજે સઝાયમાં જણાવ્યું છે કે
દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રત્ન પ્રભા સમ જાણો રે છે. ભ્રાન્તિ નહીં વળી બોધ તે સૂમ, પ્રત્યાહાર વખાણોજી / પ-૧ / ૧૫જા
बालधूलीगृहक्रीडा-तुल्याऽस्यां भाति धीमताम् ।।
तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥ १५५॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં અજ્ઞાનતા રૂપી અંધકારની ગ્રન્થિનો ભેદ થઈ જવાના કારણે બુદ્ધિમાન પુરુષોને સંસારની સઘળીએ ચેષ્ટા બાળકો રમવા માટે ધૂળનાં ઘર બનાવે તેની ક્રીડા તુલ્ય લાગે છે. જે ૧૫૫ /
ટીકા-“વાયૂનદીતિ'' પ્રભુત્વ સ્થિરવાળ્યાં, ““માં” સ્થિર છી, “મતિ થીમત' , “તમોિિવમેન' દેતના, “મવાણાखिलैव हि" चक्रवर्त्यादिचेष्टारूपाऽपि प्रकृत्यसुन्दरत्वादस्थिरत्वाच्च ॥ १५५॥
વિવેચન - જ્યારે આ દૃષ્ટિ આવે છે ત્યારે રાગ-દ્વેષરૂપ મોહનો ગ્રન્થિ ભેદ પણ થયો છે. તથા સમયકત્વ પ્રાપ્તિના કારણે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થવાથી અનાદિકાળની અજ્ઞાનતા રૂપી (મિથ્યાજ્ઞાન રૂપી) જે ગ્રન્થિ હતી તે પણ તૂટી ગઈ છે. તેના જ કારણથી સૂક્ષ્મબોધ (પારમાર્થિક તત્ત્વબોધ) પ્રગટ્યો છે. તેથી સંસાર સંબંધી સર્વે પણ ભોગવિલાસની ક્રીડા સર્વે બાળકો સાથે મળીને રમવા માટે ધૂળનાં ઘર બનાવે તેના જેવી લાગે છે.
પ્રશ્ન :- બાળ ધૂલીગૃહની ક્રીડા સાથે સરખાવવાનું કારણ શું?
ઉત્તર :- (૨) પ્રકૃતિથી અસુંદર, અને (૨) અસ્થિરત્વ, આ બે કારણોથી તેની સાથે તુલ્યતા કહી છે. જેમ બાળકોએ બનાવેલાં ધૂળનાં ઘરો સ્વભાવે જ અસુંદર છે. કારણ કે ધૂળ જ અસુંદર છે. વળી એક બાજુ રચના કરે અને બીજી બાજુ નમી જાય, પવનથી ઉડી જાય, પાણીનો વેગ આવે તો ખેંચાઈ જાય. પ્રતિક્ષણે તેની મરામત ચાલુ જ રાખવી પડે, તેથી તુચ્છ અને અસાર જ ગણાય. તેવી રીતે ભોગવિલાસની સર્વે સંસાર ક્રીડા પણ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હોય છે. પુણ્યોદય પૂરો થાય, પાપોદય શરૂ થાય એટલે ઉડી જાય. દરરોજ ઘર વગેરે સાચવવાની મરામત કરવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org