________________
૪૨૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૮
प्रकारान्तरमाह સર્વજ્ઞની દેશનામાં દેશનાભેદ હોતો નથી. તેનું હવે ત્રીજું કારણ જણાવે છે.
यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः ।
ऋषिभ्यो देशना चित्रा, तन्मूलैषापि तत्त्वतः ॥ १३८॥ ગાથાર્થ = અથવા તેવા તેવા પ્રકારના કાલાદિના યોગથી ઋષિ-મુનિઓ થકી તે તે નયની પ્રધાનતાની અપેક્ષાએ પ્રવર્તેલી ચિત્ર-વિચિત્ર એવી પણ આ દેશના તાત્ત્વિક રીતે અનેકાન્ત દૃષ્ટિયુક્ત એવી સર્વજ્ઞ પરમાત્માની દેશનાના મૂલવાળી જ છે. // ૧૩૮
ટીકા-‘જ્ઞ તત્તાપેક્ષા" વ્યક્તિનધિત્વ, “તdજાનાયિોાતો” તુઃષત્યિોત ! “જિ” પિન્નાવિષ્ય પુત્ર “તેના રિતિ" | ન વેગમપ નિમૂનેત્યાદિ-“મૂનૈષા” સર્વનામૂલૈલાપિ, “તત્વતઃ” પરમાર્થન, तत्प्रवचनानुसारतस्तथाप्रवृत्तेरिति ॥ १३८॥
વિવેચન :- સર્વજ્ઞ પરમાત્માની દેશના મૂલથી એક જ હોવા છતાં જે વચનપ્રયોગકાલે દેશનાભેદ જણાય છે. તેનું હવે ત્રીજું કારણ જણાવે છે કે
સામાન્યપણે સાંખ્યદર્શનના કર્તા કપિલઋષિએ દ્રવ્યાસ્તિકનયની પ્રધાનતાવાળી આત્માદિ પદાર્થો નિત્ય છે. એવી જે દેશના આપી અને બૌદ્ધદર્શનના કર્તા બુદ્ધ ભગવાને પર્યાયાસ્તિકનયની પ્રધાનતાવાળી આત્માદિ પદાર્થો અનિત્ય છે, એવી જે દેશના આપી. એ જ રીતે ન્યાયદર્શનના કર્તા અક્ષપાદ ઋષિએ અને વૈશેષિકદર્શનના કર્તા કણાદ ઋષિએ વ્યવહારનયની પ્રધાનતાવાળી જે દેશના આપી આ પ્રમાણે જે જે ઋષિઓએ જે જે નયની પ્રધાનતાવાળી જે જે દેશના આપી છે તે તેવા પ્રકારના કાલાદિના યોગથી=પ્રભાવથી આપી છે. એટલે દુઃષમા નામનો જે આ પાંચમો આરો. છે. તેના પ્રભાવથો તથા તેવા પ્રકારના શ્રોતા જીવદ્રવ્યો વગેરેના યોગથી અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના તેવા પ્રકારના યોગથી જીવોને જે રીતે ધર્મબીજનો લાભ થાય તે રીતે તે તે નયની પ્રધાનતાવળી ભિન્ન-ભિન્ન દેશના આપી છે. પરંતુ તે સર્વે ભિન્ન-ભિન્ન નયોની પ્રધાનતાવાળી ભિન્ન-ભિન્ન દેશના પણ તાત્ત્વિકપણે સર્વનયોના સમૂહાત્મક એવી જિનેશ્વરપ્રભુની દેશના મૂળ કારણ છે જેમાં એવી આ દેશના છે. અર્થાત્ સર્વનયાના સમૂહાત્મક જૈન દેશનાના એક એક અંશ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org