________________
ગાથા : ૧૪૪
૪૩૨
યોગદૃષ્ટિ સમુચ્ચય પક્ષઃ- જેમાં સાધ્ય સાધવું હોય તે. અર્થાત્ સાધ્યનો આધાર. સાધ્યઃ- પક્ષમાં જે સાધવું હોય તે. દેખાતું નથી માટે જેને સાધવું છે તે. હેતુ- પક્ષમાં સાધ્યને સાધી આપનારી યુક્તિ-દલીલ-પુરાવો.
અન્વયવ્યાપ્તિ - હેતુ અને સાધ્યનું સાથે રહેવું (સાહચર્યો. જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય અવશ્ય હોય જ, તે અન્વયવ્યાપ્તિ. જેમ કે, વત્ર યત્ર ઘૂમતત્ર તત્ર વહ્નિ =જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહિ. અવશ્ય હોય જ. જેમ કે રસોડું.
વ્યતિરેકવ્યાપ્તિ - સાધ્યના અભાવમાં હેતુનો અભાવ નિયમ હોવો તે. જેમકે, યત્ર યત્ર વચમાવ: તત્ર તત્ર ધૂમ માવ: જ્યાં જ્યાં વહિં ન હોય, ત્યાં ત્યાં ધૂમ ન જ હોય તે વ્યતિરેકવ્યાપ્તિ. અર્થાત્ વહ્નિ વિના ધૂમ ન જ હોય તે.
આવા પ્રકારના અનુમાન વિષયક જ્ઞાનમાં અતિશયકુશળ (પાવરધા) બનેલા પંડિત પુરુષોએ પોતાની શકય હોય તેટલી બુદ્ધિ વાપરીને પૂરેપૂરા પ્રયત્નપૂર્વક કોઇપણ વિષયનું અનુમાન કર્યું હોય અને અનુમાન દ્વારા વિવક્ષિત અર્થ સિદ્ધ કર્યો હોય તો પણ વાદીપ્રતિવાદી ભાવ જેમના હૈયામાં હોય છે એવા જિગીષુવૃત્તિવાળા બીજા પંડિતો વડે તે જ અર્થ અન્યથા જ-તેમના કરતાં ભિન્ન રીતે જ સિદ્ધ કરાય છે અને પૂર્વવાદીએ સિદ્ધ કરેલા અર્થને તોડી પડાય છે. આ વાત જગતમાં પ્રસિદ્ધ છે. હવે જો પ્રથમવાદીએ અનુમાનથી સિદ્ધ કરેલો અર્થ બરાબર યથાર્થ જ હોત તો પ્રતિવાદી વડે તે કેમ તોડી શકાત? માટે અનુમાન દ્વારા પણ બધો અર્થ સિદ્ધ થતો નથી. જેમકે, કોઇ વાદીએ પ્રથમ આ પ્રમાણે અનુમાન કર્યું કે
પર્વતો વદ્વિમાન ઘૂમર્ મહાન સંવત્ છે રસોડાની જેમ છે ધૂમ હોય ત્યાં અવશ્ય વહ્નિ હોય જ છે. જેમ કે, મહાનસ. આ અન્વય વ્યાપ્તિ પણ છે. તથા જ્યાં વદ્ધિ ન હોય ત્યાં ધૂમ પણ ન જ હોય જેમ કે સમુદ્ર. આ વ્યતિરેક વ્યાપ્તિ પણ છે જ. પોતાની શકય તેટલી બુદ્ધિનો પ્રયત્ન કરીને જ આ અનુમાન કરવામાં આવ્યું છે. અને સાચું પણ છે. છતાં અન્ય પંડિતો તેની સામે તર્કકુતર્ક લગાવીને આ અનુમાનને જુઠું પાડી શકે છે.
તેઓ કહે છે કે- યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વહ્નિ - આ અન્વયવ્યાપ્તિ આ અનુમાનમાં દેખાતી નથી. કારણકે જે ધૂમ છે, તે ભૂમિથી અદ્ધર આકાશમાં વર્તે છે. ત્યાં વદ્ધિ નથી. અને જ્યાં વહ્નિ ભૂમિતલમાં છે ત્યાં ધૂમ નથી. માટે ધૂમ-વહ્નિનું સાહચર્ય નથી. તેથી આ હેતુ “વ્યભિચારી” નામનો હેત્વાભાસ છે. આમ કરીને પૂર્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org