________________
ગાથા : ૧૪૮
યોગદષ્ટિ સમુચ્ચય
૪૩૭
ટીકા-“ સર્વત્ર વસ્તુનિ, “તત્ત્વન'' પરમર્થન, “મુમુક્લામतोऽयुक्तः" । कुत इत्याह- "मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः" प्रायोग्रहणं ક્ષાવિ-થર્મવ્યવચ્છતાર્થમ્ ! “જૈિમને'' , “તત્વ'' 7 વિિિહત્યર્થ ૨૪૮
- વિવેચન :-પારમાર્થિકપણે મુમુક્ષુ આત્માઓએ સર્વવસ્તુઓ પ્રત્યેનો આગ્રહ ત્યજવા યોગ્ય છે. તો પછી “સર્વજ્ઞ છે કે સર્વજ્ઞ નથી” ? આવા પ્રકારના વિવાદનો આગ્રહ પણ ત્યજવા યોગ્ય છે. “આગ્રહ” એ જ કલેશ-કંકાસને લાવનાર છે. કષાયોને ઉત્તેજિત કરનાર છે અને તેનાથી પરસ્પર કડવાશ-વૈરવૃત્તિ અને દ્વેષ જ વધે છે. માટે મુમુક્ષુ આત્માઓએ કોઇપણ બાબતનો “આગ્રહ” રાખવો જોઈએ નહીં.
પ્રશ્ન- ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ જે દશ પ્રકારના યતિધર્મો” છે. તે ધર્મો તો ઉપાદેય કહ્યા છે. તેથી તેનો તો આગ્રહ રાખવો જોઇએ ને? તો સર્વત્ર આગ્રહ ત્યાજ્ય છે એમ કેમ કહો છો?
ઉત્તર :- આ ધર્મો પણ ત્યજવાના છે. મુક્તિ પ્રત્યેનો રાગ અને સંસાર પ્રત્યેનો દ્વેષ પણ ઉપર ચઢતાં ત્યજવાનો છે જ્યાં સુધી ઉપાદેયનો પણ રાગ અને હેયનો પણ દ્વેષ હશે ત્યાં સુધી રાગ-દ્વેષ હોવાથી વીતરાગતા આવતી નથી. માટે ક્ષમા આદિ ધર્મો પણ ત્યજવાના છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના જે યોગ કહ્યા છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ. તે ત્રણમાં ત્રીજા સામર્થ્યયોગના બે ભેદ છે. એક ધર્મસયાસયોગ અને બીજો યોગસયાસયોગ. તેમાં ક્ષપકશ્રેણીમાં ચડતાં આઠમા ગુણસ્થાનકથી જ મોહનીયકર્મના લાયોપથમિકભાવના જે ક્ષમા આદિ ધર્મો છે. તેનો સન્યાસ (ત્યાગ) કરવા રૂપ સામર્થ્યયોગ હોય છે. કે જેને તાત્ત્વિક ધર્મસત્યાસયોગ નામનો પ્રથમ સામર્થ્યયોગ કહેવાય છે. અને તેમાં ગુણસ્થાનકના અંતે મન-વચન અને કાયાના યોગોનો સભ્યાસ (ત્યાગ) કરવા રૂપ યોગ સભ્યાસ નામનો બીજો સામર્થ્યયોગ પ્રગટે છે. આ પ્રમાણે ક્ષાયોપથમિક ભાવના ક્ષમા આદિ ધર્મો પણ જો ત્યાજ્ય છે. તો પછી આવા પ્રકારના કુત્સિત-નિંદનીય આગ્રહો તો ત્યાજ્ય જ હોય છે.
પ્રશ્ન - ક્ષમા આદિ ધર્મો પણ “પ્રાયઃ” ત્યાજ્ય છે. એમાં પ્રાયઃ શબ્દ કેમ કહ્યો છે.
ઉત્તર :-ક્ષાયિકભાવના ક્ષમા આદિ ધર્મોના વ્યવચ્છેદ માટે આ પ્રાયઃ શબ્દ છે. એટલે કે ક્ષમા આદિ ધર્મો બે પ્રકારના છે ક્ષાયોપથમિકભાવના અને ક્ષાયિકભાવના. તે બેમાંથી ક્ષાયોપથમિકભાવના જે ક્ષમા આદિ ધર્મો છે તે મંદ એવા પણ મોહનીયકર્મના ઉદયયુક્ત હોય છે. તેથી કંઈક મલીન હોવાથી ત્યાજ્ય છે. મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org