________________
ગાથા : ૧૫૩
યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૪૫
દીપ્રા દષ્ટિનો સાર
આ દૃષ્ટિમાં આવેલા આત્માનું મિથ્યાત્વ અતિશય વધારે મંદ થયેલ છે. તેથી અપુનબંધક આદિ અવસ્થાઓ પસાર કરી ગ્રંથિદેશ પાસે આવી ગ્રંથિભેદ કરી સમ્યકત્વાભિમુખ થાય છે. રેચક, પૂરક અને કુંભક એવા ત્રણ પ્રકારના બાહ્ય-અભ્યત્તર પ્રાણાયામ નામનું યોગદગ આવે છે. તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટે છે. ઉત્થાન દોષનો ત્યાગ થાય છે. સૂક્ષ્મબોધ રહિત આ દૃષ્ટિ હોય છે.
ધર્મ માટે પ્રાણોનો ત્યાગ કરે છે, પરંતુ પ્રાણી માટે ધર્મનો ત્યાગ કરતો નથી. જેમ ખારા પાણીના ત્યાગથી અને મધુર પાણીના સિંચનથી બીજ અંકુરાને પ્રગટ કરે છે. તેમ ખારા પાણીની જેમ ભવયોગનો ત્યાગ કરી મધુરોદકની જેમ તત્ત્વશ્રુતિ દ્વારા આ દૃષ્ટિયુક્ત જીવ કલ્યાણ સાધે છે.
શ્રેષ્ઠ તત્ત્વશ્રુતિ દ્વારા ગુરુની સેવાભક્તિ કરવાના ભાવ યુક્ત આ ભવ અને પરભવમાં હિત કરનારું કલ્યાણ જ થાય છે. ઇયળ જેમ ભમરી બને તેમ શ્રેષ્ઠ એવી ગુરુભક્તિ દ્વારા સમાપત્તિયોગના પ્રભાવે મુક્તિના એક પ્રધાન કારણભૂત એવું અંતર્મુખપણે તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે. આ દૃષ્ટિમાં હજુ વેદ્યસંવેદ્ય પદ ન હોવાથી સૂક્ષ્મબોધ હોતો નથી. ભવ સમુદ્રથી જે તારે, કર્મરૂપી વજૂને જે ભેદે અને યથાર્થપણે શેયનો બોધ કરાવે તે સૂક્ષ્મબોધ કહેવાય છે. પરંતુ અહીં અવેદ્યસંવેદ્ય પદનું મંદ પણ બળ હોવાથી તથા અપાય શક્તિની મલીનતા હોવાથી આવો સૂક્ષ્મબોધ હોતો નથી. અને વેદ્યસંવેદ્યપદ પણ પાણીમાં પડતી પક્ષિની છાયાને અનુસરનારા જલચર જીવની પ્રવૃત્તિ તુલ્ય ભ્રમાત્મક જ હોય છે. અપાયશક્તિની મલીનતા હોવાથી શ્રતરૂપી દીપકથી યથાર્થ પોતાના દોષો જણાતા નથી. અને તેથી પાપમાં પ્રવૃત્તિ કરનાર આ જીવ હોય છે.
આ આત્મા જ્યારે ઉપરની સ્થિરાદિ દૃષ્ટિમાં જાય છે. ત્યારે વેદ્યસંવેદ્યપદ આવે છે. તેના પ્રભાવથી પાપમાં પ્રવૃત્તિ કરતો નથી. અને કદાચ કોઇ પાપપ્રવૃત્તિ કરવી પડે તો પણ તે તHલોહપદન્યાસ જેવી હોય છે. તે કાળે વિશિષ્ટ કોટિનો સંવેગપરિણામ હોવાથી ભવભય અને પાપભય વિશેષતર હોય છે પાપની પ્રવૃત્તિ કદાચ કરવી પડે તો પણ તે અન્તિમ પ્રવૃત્તિ રૂપ જ હોય છે. તેથી ભાવપૂર્વક પાપપ્રવૃત્તિ ન હોવાથી દુર્ગતિમાં જવાનો યોગ સંભવતો નથી.
સ્ત્રી-ધન આદિ પદાર્થો હોય છે. અનર્થકારી છે. તેમાં પ્રવૃત્તિ કરવા જેવી નથી. દુ:ખ, કલેશ અને કર્મબંધાદિ અપાયોનું જ કારણ છે. એવું જ્યાં જણાય તે વેદ્યસંવેદ્યપદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org