________________
૪૪૭
ગાથા : ૧૫૩
યોગદૃષ્ટિ સમુચ્ચય અબાધિત કહેનારાં છે તો સર્વજ્ઞકથિત આગમોની તો વાત જ શું કહેવી? તેથી આગમોની શ્રદ્ધાવાળો, શીયળવાળો અને યોગમાં તત્પર આત્મા અતીન્દ્રિય ભાવોને પણ જાણે છે. આગમો દ્વારા અતીન્દ્રિય વસ્તુ જણાય છે. અને આગમશાસ્ત્રો “સર્વજ્ઞકથિત” હોવાથી પ્રમાણ છે. સર્વજ્ઞા ત્રિકાળજ્ઞાની હોવાથી અને વીતરાગ હોવાથી કદાપિ પરસ્પર “ભિન્નમતવાળા” હોતા નથી. તેમાં ભેદની કલ્પના કરવી તે મોહ છે. ઋષભદેવાદિ જે કોઈ સર્વજ્ઞ છે તે વ્યક્તિભેદે ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ વીતરાગ અને ત્રિકાળજ્ઞાની હોવાથી એક સરખા સમાન છે અર્થાત્ “એક (રૂ૫)” છે.
સર્વજ્ઞામાં રહેલું “વિશેષ સ્વરૂપ” અસર્વજ્ઞો વડે જાણી શકાતું નથી. તેથી સામાન્યપણે “સર્વજ્ઞ” છે. એટલું જ માનીને તેઓએ કહેલી વાણીનો સ્વીકાર કરવો એ જ કલ્યાણકારી છે. છપસ્થતાના કારણે વિશેષ સ્વરૂપ ન સમજાવાથી જુદા જુદા આચારો પાળવા છતાં પણ મનથી સર્વજ્ઞ પ્રત્યે પ્રતિભાવ હોવાથી દૂર કે નજીક રહેલા રાજસેવકો જેમ રાજાના સેવક જ કહેવાય છે, તેમ આ પણ આરાધક જ કહેવાય છે. તેથી સર્વજ્ઞનું જ્ઞાન અને સંસારથી તારવાનો ઉપદેશ એક સરખો સમાન હોવાથી નામ અને સ્વરૂપાદિનો ભેદ મહાત્માઓને હોતો નથી. તથા શાસ્ત્રોમાં દેવોની ભક્તિ બે પ્રકારની જણાવી છે. (૧) ચિત્ર (૨) અચિત્ર. ભવનપતિ આદિ તથા કુલદેવ-ગોત્રદેવો ચિત્ર=ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. તેથી તેઓ પ્રત્યે કરાતી ભક્તિ પણ ચિત્ર=ભિન્ન-ભિન્ન પ્રકારની છે. અને સર્વજ્ઞ દેવો એકસરખા સમાન છે. તેથી તેઓને વિષે કરાતી ભક્તિ એકસરખી સમાન છે. સંસારી દેવાની ભક્તિ-પૂજા “ઈચ્છાપૂર્તિ” આદિ કાર્યોથી થાય છે. અને સર્વજ્ઞોની ભક્તિ-સેવા-પૂજા “શમપ્રધાન” હોય છે. બ્રાહ્મણો સમક્ષ વેદીની અંદર પુરોહિતો વડે મંત્રાક્ષરોથી મંત્રિત કરીને જે હિરણ્યાદિ અપાય તે ઇષ્ટ કહેવાય છે અને વાવડી, કૂવા, તળાવ, દેવમંદિર અને ધર્મશાળા તથા અન્નદાનાદિ જે કરાય તે પૂર્ત કહેવાય છે.
એકસરખું સમાન અનુષ્ઠાન આચરવા છતાં હૃદયગત આશયભેદ હોવાથી ફળભેદ થાય છે. જેમ સિંહ સસલાને અને પોતાના બચ્ચાને એમ બન્નેને મુખથી જ પકડે છે. તો પણ એક પ્રત્યે ક્રૂરતા અને બીજા પ્રત્યે મમતા હોવાથી એકનો નાશ અને બીજાને શરીરની પુષ્ટિ એમ ફળભેદ થાય છે. તે જ રીતે સમાનપણે કરાતાં ધર્માનુષ્ઠાનોમાં પણ બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહના કારણે ફળભેદ થાય છે. સંસાર સુખોની લાલસાથી મનની ઈચ્છા પ્રમાણે જે અનુષ્ઠાનો કરાય તે બુદ્ધિપૂર્વક કહેવાય છે. આગમોમાં કહેલી વિધિ મુજબ જ્ઞાનપૂર્વક જે અનુષ્ઠાનો કરાય તે જ્ઞાનપૂર્વક કહેવાય છે. અને સદનુષ્ઠાનવાળું જે ધર્મકાર્ય તે અસમ્મોહાનુષ્ઠાન કહેવાય છે. રત્નને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org