________________
૪૪૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૩ ઉપચાર કરીને ધર્મ કહેવાય છે. માટે આ શુભ વ્યવહાર પણ ઉત્તમ ધર્મ છે. એમ જાણવું. l/૧પરા ૩૫સંહબ્રાહ–હવે આ ચર્ચાનો ઉપસંહાર કરતાં કહે છે કે
कृतमत्र प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमोऽधुना ।
तत्पुनः पञ्चमी तावद् योगदृष्टिमहोदया ॥ १५३॥ ગાથાર્થ = આ વિષયમાં આટલું પ્રાસંગિક વર્ણન કરવું એ પુરતું છે. હવે મૂલ પ્રસ્તુત વિષય અને સમજાવીશું. તે વળી પ્રસ્તુત વિષય “સ્થિરા”નામની પાંચમી યોગદષ્ટિ છે કે જે મહોદયવાળી છે. તે ૧૫૩ |
ટીકાpd” i “a” તિરે “કસન તં પ્રસ્ત થના' સામ્રતિ | “તપુન:” પ્રકૃd “પૐ તાવત્ ચોદષ્ટિઃ ” સ્થિરિયા | किंविशिष्टेत्याह "महोदया" निर्वाणपरमफलेत्यर्थः ॥ १५३॥
વિવેચન :-મિત્રા આદિ પ્રથમની ચાર દૃષ્ટિઓના વર્ણનનો અધિકાર ચાલુ હતો. તેમાં દીપ્રા નામની ચોથી દૃષ્ટિનું વર્ણન શ્લોક ૫૭થી શરૂ કરેલું હતું. દીપ્રાદષ્ટિ આવવાથી મિથ્યાત મંદ થવાથી અવેદ્યસંવેદ્યપદ આતાવાથી “કુતર્ક રૂપી ગ્રહ” નિવર્તન પામે છે. એ વિષયના વર્ણન પ્રસંગે આ સઘળી ચર્ચા જાણવા જેવી હતી તે ગ્રંથકારે જણાવી. હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે
આ વિષયમાં આટલી ચર્ચા કરવા વડે સર્યું. અધિક જાણવું હોય તો ગ્રંથાન્તરોથી જાણી લેવું. હવે પ્રસંગ પ્રમાણે જે વસ્તુ પ્રસ્તુત છે=ચાલુ છે. તે હવે અમે કહીએ છીએ. અહીં પ્રસ્તુત એવી તે વસ્તુ વળી શું છે? એ વાત આટલી લાંબી ચર્ચાના કારણે શિષ્યો જાણે ભૂલી ગયા હોય તેમ યાદ કરાવે છે કે પાંચમી “સ્થિરા” છે નામ જેનું એવી યોગની દૃષ્ટિ પ્રસ્તુત છે. તે પાંચમી સ્થિરા દૃષ્ટિનું વર્ણન હવે અમે કરીશું.
તે સ્થિરા દૃષ્ટિ કેવી છે? તેનું એક વિશેષણ લખીને મહત્ત્વ સમજાવે છે કે મહોય આત્માના મહાન ઉદયને કરનારી છે. આ દૃષ્ટિમાં એક વાર પણ જે જીવ આવે છે તે જીવ કાલાન્તરે પણ અવશ્ય નિર્વાણ રૂપ (મુક્તિ સ્વરૂપ) પરમ ફળને પામે જ છે. અર્થાત્ નિર્વાણ રૂપ પરમફળને નિયમો આપનારી છે. એટલે જ આત્માના સાચા મહોદયને કરવાવાળી છે. વિશેષ વર્ણન આગળ આવે જ છે. I૧૫૩
દીપ્રા દૃષ્ટિનું વર્ણન સમાપ્ત થયું.D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org