________________
ગાથા : ૧૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૪૩ પાપી જીવો ઉપર દ્વેષ કરીએ, તો પણ તે પાપી જીવો પોતાનું આચરેલું પાપ પૂર્વબદ્ધ કર્મોદયની પરાધીનતાજન્ય હોવાથી તજવાના તો નથી, પરંતુ આપણો જીવ ષ માત્રથી નિરર્થક બીજા પણ અનેક કષાયો કરવા દ્વારા કર્મો જ બાંધે છે. માટે આવા જીવો ઉપર કરુણા કરવી એ જ ન્યાયયુક્ત છે. અને તે જ સાચો મહાત્માઓનો માર્ગ છે.
તત્ત્વાર્થાધિગમસૂત્ર અને ષોડશક આદિમાં પણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આદિ ભાવનાઓ જે બતાવી છે. તેનો સાર પણ આ જ છે.
मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि ।। સત્ત્વગુirfધવિત્રથમ નાવિનેષુ છે || તત્ત્વાર્થસૂત્ર ૭-૬/ तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्विकी ज्ञेया ।
अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ॥ તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ અહીં પારમાર્થિક તો કહેવાય કે જે ગુણોમાં જે અધિક હોય તેના પ્રત્યે વિનયાદિ ભાવવાળી ધર્મપ્રાપ્તિ હોય અને આપણાથી ગુણોમાં જે હીન હોય તેના પ્રત્યે દયા આદિ ગુણો છે સારભૂત જેમાં એવી ધર્મપ્રાપ્તિ હોય તો તે પારમાર્થિક ધર્મપ્રાપ્તિ કહેવાય છે.
આ પ્રમાણે ગાથા ૧૫૦-૧૫૧ અને ૧૫૨માં જે ચાર પ્રકારનો મહાપુરુષોનો માર્ગ જણાવ્યો એ જ ઉત્તમ ધર્મ જાણવો.
(૧) સૂક્ષ્મ પણ પરપીડાનું વર્જન. (૩) ગુરુ વર્ગની પૂજા-બહમાન. (૨) પરોપકાર કરવાપણું. (૪) પાપી જીવો ઉપર કરુણા.
પ્રશ્ન :-ઉત્તમ ધર્મ તો સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની ઉપાસના છે. સમ્યક્ત્વ દેશયાગ અને સર્વત્યાગ વગેરે આત્માના ગુણો હોવાથી તે ગુણો, તથા ક્ષમા. માદવ આર્જવ, આદિ જે ધર્મો છે તે ઉત્તમ ધર્મો કહેવાય છે. ઉપર કહેલા આ ચાર તો બાહ્ય શુભ વ્યવહાર માત્ર છે. તેને ઉત્તમ ધર્મ કેવી રીતે કહેવાય ?
ઉત્તર : વાર જાપાનિતિકરત્નત્રયી, સમ્યકત્વાદિ અને ક્ષમાદિ જે આત્મગુણો છે. તે કાર્ય છે. કારણ કે અંતે તે જ મેળવવાના છે. સ્વગુણરમણતા એ નિશ્ચયધર્મ છે અને તે સાધ્ય હોવાથી કાર્ય છે. જયારે પરપીડા-પરિહારાદિ શુભ વ્યવહાર છે. તે કારણ છે. આવા પ્રકારના શુભ વ્યવહારથી નિશ્ચયધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી તાત્વિકપણે રત્નત્રયી આદિ નિશ્ચયધર્મ એ જ ઉત્તમધર્મ હોવા છતાં પણ તેના જ કારણભૂત એવા પરપીડા-પરિહારાદિ આ શુભ વ્યવહારને પણ કારણમાં કાર્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org