________________
ગાથા : ૧૫૧ યોગદષ્ટિ સમુચ્ચય
૪૪૧ વિવેચનઃ (૧) ગુરુઓ, (૨) દેવો, (૩) વિપ્રો, (૪) યતિઓ, અને (૫) તપોધન મુનિઓ આ પાંચ પ્રકારના આત્માઓ મહાત્મા છે. અને પૂજનીય છે. માટે નિર્મળ ચિત્તથી તે દરેકની યથાયોગ્ય રીતે પૂજા કરવી. હૃદયમાં અતિશય પૂજ્યભાવ-બહુમાનભાવ રાખીને તેઓની પૂજા કરવી. તે દરેક વ્યક્તિઓનું વિશેષ વર્ણન આ પ્રમાણે
(૧) ગુરવ સંસારમાં જન્માદિ આપવા દ્વારા જે ઉપકારી વ્યક્તિઓ છે તે. આ બાબતમાં યોગબિંદુમાં ગ્રંથકારે જ કહ્યું છે કે
माता पिता, कलाचार्य एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધી થર્મોપવેષ્ટા, ગુરુવઃ સતાં મત: ૨૨૦ | યોગબિન્દુ
માતા, પિતા, કલાચાર્ય તથા આ ત્રણેની જ્ઞાતિઓ અને ધર્મનો ઉપદેશ આપનાર વૃદ્ધો આ સર્વે ગુરુવર્ગ છે એમ શિષ્ટપુરુષોને માન્ય છે. અહીં કલાચાર્ય એટલે લિપિ
આદિ અક્ષરજ્ઞાનનું શિક્ષણ આપનારો શિક્ષકવર્ગ. આ ત્રણની જ્ઞાતિઓ એટલે માતા| પિતા અને કલાચાર્ય આ ત્રણેના ભાઇઓ, બહેનો, માતા-પિતા તે ત્રણેના ભાઇઓની પત્નીઓ, બહેનના પતિ ઈત્યાદિ કૌટુમ્બિક વર્ગ તે “જ્ઞાતિવર્ગ” તથા ધર્મોપદેશ આપનારા જે વૃદ્ધો તે શ્રુતમાં વૃદ્ધ હોય અથવા વયમાં વૃદ્ધ હોય તેમ બે પ્રકારના વૃદ્ધો જાણવા. આ સર્વે “ગુરુવર્ગ” કહેવાય છે. ગૌરવને યોગ્ય, માન આપવાને યોગ્ય પુરુષોનો સમુદાય તે ગુરુવર્ગ જાણવો.
(૨) રેવતા એટલે દેવો. અહીં વૈમાનિક દેવ કે જ્યોતિષ્કદેવ એમ વિશેષપણે વિવક્ષિત નથી. તથા શાસનરક્ષક દેવ કે બીજા દેવ એમ પણ વિવક્ષિત નથી. તથા સીમાચિવ સામાન્યથી કોઇપણ પ્રકારના દેવો હોય તો પણ તે દેવો “દૈવિક શક્તિયુક્ત” હોવાથી સુખપ્રાપ્તિ માટે અથવા દુઃખનિવારણ અર્થે અથવા વિધ્વનિવારણ અર્થે પણ પૂજનીય છે.
(૩) વિપ્ર એટલે બ્રાહ્મણો-અહીં માત્ર બ્રાહ્મણકુળમાં જન્મ્યા જ હોય તે વિવક્ષિત નથી. પરંતુ બ્રાહ્મણપણાના સંસ્કારોથી જે સંસ્કારિત હોય તે વિવક્ષિત છે. એટલા માટે જ તેના પર્યાયવાચી શબ્દ રૂપે દિના: લખ્યું છે. કિંગ શબ્દનો અર્થ બે જન્મવાળા અર્થાત્ જનોઈ આદિ સંસ્કારની ક્રિયાથી સંસ્કારિત થયેલા. એક ગજન્મ અને બીજો સંસ્કારજન્મ. આવા પ્રકારના સંસ્કારવાળા જે હોય તે અહીં લેવા.
जात्या कूलेन वृत्तेन स्वाध्यायेन श्रुतेन च । एभियुक्तो यस्तिष्ठेन्नित्यं स द्विज उच्यते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org