________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪૮-૧૪૯
૪૩૮
એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જન્ય છે. છતાં તે કાલે જ્ઞાનાવરણીયકર્મનો કંઇક ઉદય પણ ચાલુ છે. માટે અપરિપૂર્ણ છે. એમ ક્ષયોપશમભાવવાળા સર્વે ભાવો પોતપોતાના કર્મના ઉદયયુક્ત હોવાથી મલીન છે. માટે શ્રેણિકાલે ત્યાજ્ય છે.
પરંતુ ચારે ઘાતીકર્મોના ક્ષયથી ઉત્પન્ન થનારા ક્ષાયિકભાવના જે જે ક્ષમાદિ અને કેવલજ્ઞાનાદિ ધર્મો છે તે કર્મોદય સાપેક્ષ ન હોવાથી અત્યન્ત નિર્મળ અને શુદ્ધ ગુણો હોવાથી તે ત્યાજ્ય નથી. તેથી મૂલ ગાથામાં “મુતૌ ધર્માં પિ ત્યાખ્યાઃ''=એ પદમાં ક્ષાયિકભાવના ધર્મો ત્યાજ્ય તરીકે તેમાં ન ગણાઇ જાય. તેથી તે ક્ષાયિકભાવના ધર્મોના વ્યવચ્છેદ માટે (તે ક્ષાયિકભાવના ધર્મોને ત્યાજ્યમાંથી બાદ કરવા માટે) પ્રાયઃ શબ્દ કહેલો છે.
આ પ્રમાણે ઉપકારક ગણાતા ક્ષાયોપમિક ભાવના ધર્મો પણ ક્ષાયિકભાવની પ્રાપ્તિના કાળે જો ત્યાજ્ય હોય તો અપકારક ગણાતા એવા આ “આગ્રહો” વડે શું? અર્થાત્ આગ્રહ રાખવાનો કંઇ જ અર્થ નથી.
આ જ વાત જ્ઞાનસાર અષ્ટકમાં પૂ. ઉ. શ્રીયશોવિજયજીમ.શ્રી એ પણ કહી છે. धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि ।
प्राप्य चन्दनगन्धाभं धर्मसन्यासमुत्तमम् ॥ ८-४॥
શ્રેષ્ઠ ચંદનની ગન્ધ તુલ્ય એવા ઉત્તમ ધર્મસભ્યાસયોગને પ્રાપ્ત કરીને સત્સંગથી પ્રગટ થયેલા ક્ષાયોપમિક ભાવના પણ ધર્મો ( કે જે પહેલાં આદરવા જેવા હતા. તે પણ) ત્યજવા યોગ્ય છે. || ૧૪૮॥
યત વ=જે કારણથી આમ છે. તેથી શું કરવું? તે કહે છે.
तदत्र महतां वर्त्म, समाश्रित्य विचक्षणैः ।
वर्तितव्यं यथा न्याय्यं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥
ગાથાર્થ તેથી આ પ્રસંગમાં મહાત્મા પુરુષોના માર્ગને ભાવપૂર્વક સ્વીકાર કરીને તે માર્ગનું ઉલ્લંઘન કરવા રૂપ અતિચાર દોષને વર્જીને વિચક્ષણ પુરુષોએ મહાત્માઓની નીતિ મુજબ વર્તવું જોઇએ. ॥ ૧૪૯૫
Jain Education International
=
ટીકા - ‘“તત્ત્વ’ વ્યતિ, ‘“મહેતાં વર્લ્ડ સમાશ્રિત્યાઽીનૃત્ય, વિક્ષૌ: ' પતિ:, તિતવ્યં યશાયાવ્યું' ન્યાયસંદર્શ,
"
‘‘તિમવનિત’-મહદાંતિ
ચારહિતઃ ॥ ૪૬॥
વિવેચન :- જો ઉપર કરેલી ચર્ચા-વિચારણા જોતાં કદાગ્રહથી કંઇ પણ લાભ
For Private & Personal Use Only
www.jainelibrary.org