________________
ગાથા : ૧૪૫-૧૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૩૩ અનુમાનને તોડી નાખવામાં આવે છે. આ રીતે તર્ક અને કુતર્કોવાળા અનુમાનોથી સાધ્યસિદ્ધિ થતી નથી, તો પછી સર્વજ્ઞ-અસર્વજ્ઞ જેવી અતીન્દ્રિય વસ્તુઓ તો અનુમાનથી કેવી રીતે સિદ્ધ થાય? કારણ કે ગમે તેવો સમર્થ હેતુ પણ કુતર્કથી હેત્વાભાસ બનાવી શકાય છે. માટે મહાત્મા-પુરુષોને આવા પ્રકારનો વિવાદ કરવા વડે સર્યું.
ન્યાયશાસ્ત્રમાં હેતુને ખોટો હેતુ સાબિત કરે તે હેત્વાભાસ કહેવાય છે. તેના પાંચ ભેદ છે. (જૈનદર્શનમાં હેત્વાભાસના ત્રણ ભેદ છે.) (૧) વ્યભિચાર = સાધ્યના અભાવમાં પણ જે હેતુ રહે છે. તેને અનૈકાન્તિક પણ
કહેવાય છે. (૨) વિરુદ્ધ = જે હેતુ સાધ્યના અભાવમાં જ વર્તે છે. (૩) સત્પતિપક્ષ= વિવક્ષિત પક્ષમાં જ સાધાભાવને સાધનાર બીજો હેતુ જેને હોય તે.
આ હેત્વાભાસને “પ્રકરણસમ” પણ કહેવાય છે. (૪) અસિદ્ધ = જે હેતુ પક્ષમાં જ ન હોય તે. તેના ત્રણ ભેદ પણ છે. આશ્રયાસિદ્ધ
સ્વરૂપાસિદ્ધ અને વ્યાપ્યત્વાસિદ્ધ. (૫) બાધિત = પક્ષમાં સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ અન્ય પ્રમાણોથી સિદ્ધ થતો હોય તે.
આ સંબંધી વિશેષ અધિકાર ન્યાયશાસ્ત્રોથી જાણવો. જૈનદર્શનમાં અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક એમ ત્રણ પ્રકારના હેત્વાભાસ જણાવ્યા છે. આ ત્રણમાં યથાયોગ્ય રીતે ઉપરોક્ત પાંચનો સમાવેશ કરેલ છે. તે ત્રણના પ્રતિભેદો અપાર છે. પૂજ્યપાદ વાદિદેવસૂરિજી મ.શ્રીએ “પ્રમાણનયતત્તાલોક”માં છઠ્ઠા પરિચ્છેદમાં આ હકીકત સૂત્ર ૪૬થી ૫૭માં વર્ણવેલી છે.
સિદ્ધિવિરુદ્ધાર્નાન્તિાત્રયો હેત્વીમા : છે ૬-૪૬ વિશેષ વર્ણન ત્યાંથી જાણી લેવું. ૧૪૫ II ગમ્યુચ્ચયમ–ભર્તુહરિએ કહેલી વાતને તથા ગ્રંથકારે કરેલી વાતને પુષ્ટિ કરતાં બીજી રીતે પણ જણાવે છે.
ज्ञायेरन्हेतुवादेन, पदार्था यद्यतीद्रियाः ।
વાનેનૈતાવિત પ્રા., તા. ચારેષ નિશ્ચય: મે ૨૪૬ ગાથાર્થ = જો માત્ર હેતુવાદ વડે જ (યુક્તિ દ્વારા જ) અતીન્દ્રિય પદાર્થો યો. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org