________________
૪૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪૬ જણાતા હોય તો આટલા બધા કાળે પણ પંડિત પુરુષો વડે તે પદાર્થોના વિષયમાં નિશ્ચય કરાયો જ હોત (વિવાદ હોત જ નહીં). I ૧૪૬ ટીકા -“
જ્ઞાતુવાનનુમાનવાન,” “વાથf યદ્યતિક્રિયા:” સર્વજ્ઞાતિય , નૈતાવતા પ્રા” તાર્વિનૈઃ ત: ચાપુ નિશ્ચયોડવામ” કૃતિ ૧૪૬
વિવેચન - જો વાદ અને વિવાદ માત્રથી, તથા યુક્તિ અને પ્રતિયુક્તિઓના સહારાથી તર્કવાદ વડે જ અતીન્દ્રિય ભાવો જાણી શકાતા હોત તો આજ સુધી અનંતો કાળ ગયો છે. જેમાં અનેક વિદ્વાન-પ્રખરવિદ્વાન પુરુષો થયા છે. તેઓએ યથામતિ અનેક પ્રકારે તર્કવાદનો પ્રયોગ પણ કર્યો છે. તો પછી આટલા મોટા કાળ નિર્ગમન દ્વારા આવા પ્રકારના મહાવિદ્વાનો વડે તે અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં યથાર્થ નિર્ણય સિદ્ધ કરાયો હોત પરંતુ આજ સુધી તે નિર્ણય સિદ્ધ થયો નથી. વાદ-વિવાદ શમ્યો નથી. માટે પણ જણાય છે કે આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થો હેતુવાદથી ગમ્ય નથી પરંતુ અહેતુવાદ (શ્રદ્ધામાત્ર)થી ગમ્ય છે. તેથી પણ વિવાદ કરવા વડે સર્યું. આ જ વાતને મહાપુરુષોએ જ્ઞાનસાર, યોગબિન્દુ આદિ અન્ય ગ્રંથોમાં પણ સમજાવી છે.
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ ५-४॥
પૂજય ઉપાધ્યાયજી કૃત જ્ઞાનસારાષ્ટકઅર્થ:- અનિશ્ચિત એવા પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને કરતાં કરતાં ગમે તેટલો કાળ જાય તો પણ ગતિ કરવામાં ઘાંચીની ઘાણીના બળદની જેમ તત્ત્વના સારને જીવો પામતા નથી જ. (માત્ર કંઠશોષ જ કરે છે.)
આ પ્રમાણે મહાપુરુષોએ અનેક શાસ્ત્રોમાં કહ્યું છે કે વાદ-પ્રતિવાદથી તત્ત્વનિર્ણય થઈ શકતો નથી. માત્ર કંઠ-શોષ જ થાય છે અને નિરર્થક કાળ નિર્ગમન જ થાય છે તો અહીં એક પ્રશ્ન થાય છે કે તો પછી “તત્ત્વ જાણવાનો સાચો ઉપાય શું? આ પ્રશ્નનો ઉત્તર પૂ. ગ્રંથકારશ્રી યોગબિન્દુમાં જણાવે છે કે
अध्यात्ममत्र परम उपायः परिकीर्तितः ।
गतौ सन्मार्गगमनं, यथैव ह्यप्रमादिनः ॥ ६८॥ જેમ એક નગરથી બીજા ઇષ્ટ નગરે પહોંચવા માટે ગતિ કરતા પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org