________________
૪૩૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪૪ નક્ષ:, “તત્ત્વો મત:” પરમાર્થનેછઃ (પરમાર્ગે દg) | “ વાતોનુમાન,” નિશ્ચય: સ ન્યત્રપિ” સામાન્યર્થે . “અહિં થય:”સઃ મદરઃ ૨૪૪
વિવેચન :- આત્મામાં રહેલો “જ્ઞાનગુણ” અરૂપી હોવાથી ઇન્દ્રિયનો વિષય નથી. આત્મા પણ અરૂપી હોવાથી ઇન્દ્રિયનો વિષય નથી. તેથી આત્મા કે આત્માનો જ્ઞાનગુણ આ બન્ને ઇન્દ્રિયથી જાણી શકાતા નથી. માટે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય તો નથી જ. પરંતુ પરમાર્થથી- તાત્ત્વિક રીતિએ આ અર્થ અનુમાનનો વિષય પણ નથી. કારણ કે જ્યારે આત્મા દેખાતો નથી. તેનો જ્ઞાનગુણ દેખાતો નથી. તેથી “આ આત્મા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે” એ અર્થ પણ પરમાર્થ રીતિએ અનુમાનથી એટલે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા પણ જાણી શકાતો નથી.
અહીં “તત્ત્વતઃ '—લખવાનો આશય” એ છે કે ઉપલકદ્રષ્ટિએ આ અર્થ અનુમાનથી કદાચ જાણી શકાય છે. અર્થ, સર્વજ્ઞ, વિવિવસ્વાત, સર્વ: चतुस्त्रिंशद-तिशयवत्त्वात्, अयं सर्वज्ञः देवेन्द्रपूज्यत्वात् परंतु सामे समर्थ वही डोय તો આ બધાં જ અનુમાનોના હેતુને હેત્વાભાસ બનાવી અનુમાન તોડી શકે છે. જે જીવો માયાવી હોય અને અસર્વજ્ઞ હોય છતાં માયાથી સર્વજ્ઞપણું વિકુવ્યું હોય તેવા જીવોમાં પણ અંબડશ્રાવકની જેમ ઉપરોક્ત હેતુઓ જાય છે. તેથી વ્યભિચારી હેત્વાભાસ થાય છે. માટે પારમાર્થિક દૃષ્ટિએ આ સર્વજ્ઞ-અસર્વજ્ઞ અર્થ યુક્તિનો વિષય નથી. એમ જાણવું.
અનુમાનનો વિષય ન હોવાથી અનુમાન દ્વારા તે બાબતનો સાચો નિર્ણય થઈ શકતો નથી. આ વિષય એકલા અમે જૈનો જ આમ માનીએ છીએ એમ નહીં, પરંતુ અન્ય દર્શનશાસ્ત્રોમાં પણ આ વિષય અનુમાનનો નથી. એમ કહ્યું છે. તે બાબતની સાક્ષી પુરતો પાઠ બુદ્ધિધન એવા ભર્તુહરિએ કહેલો હવે પછીની ગાથામાં જણાવે છે.
જૈનશાત્રોમાં પણ સ્પષ્ટપણે કહ્યું છે કે કેટલાક ભાવો હેતુગમ્ય હોય છે. અને કેટલાક ભાવો અહેસુગમ્ય (શ્રદ્ધાગમ્યો હોય છે. હેતુગમ્ય-ભાવોને હેતુથી જાણવા જોઈએ અને અહેસુગમ્ય-ભાવોને અહેતુથી (શ્રદ્ધાથી) જાણવા જોઇએ. તે જ સાચો સ્વ-સમયનો (જૈનશાસ્ત્રનો) આરાધક છે. અને તેનાથી વિરુદ્ધ વર્તે તો જૈનશાસ્ત્રનો વિરાધક જાણવો. આ વાત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સમ્મતિ પ્રકરણ કાંડ ત્રીજામાં જણાવી છે. તે આ પ્રમાણે
दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ उ अहेउवासो, भवियाऽभवियादओ भावा ॥ ३-४३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org