________________
૪૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪૩ મતોડપિ આ કારણથી પણ આ સંસારમાં કોઈ સર્વજ્ઞ છે કે નહીં? આ આત્મા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે? ઈત્યાદિ સર્વજ્ઞની બાબત જાણવામાં (ઉપલક્ષણથી સર્વે અતીન્દ્રિયભાવોની બાબત જાણવામાં) અન્ધતુલ્ય એવા છદ્મસ્થોને આ વિવાદ વડે કંઈ લાભ નથી.
અહીં અતીન્દ્રિય પદાર્થોને જોવામાં છમસ્થોને જે અન્યતુલ્ય કહ્યા છે. તે વિશેષ કરીને (અતિશય સ્પષ્ટપણે) તે (અતીન્દ્રિયભાવો)નું તત્ત્વ (યથાર્થ સ્વરૂપ) ન જોઈ શકનારા છબસ્થો છે તેથી અન્ધતુલ્ય કહ્યા છે. સામાન્યથી અનુમાન અથવા આગમ દ્વારા છદ્મસ્થો પણ અતીન્દ્રિય પદાર્થ જાણી શકે છે. અને તો જ તેઓ આવા અતીન્દ્રિય ગૂઢ પદાર્થો પણ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે સમજે છે અને સમજાવે છે. માટે સામાન્યથી જાણવામાં તે અન્ધતુલ્ય નથી. પરંતુ વિશેષે જાણવામાં અન્ધતુલ્ય છે. અર્થાત્ અનુમાનાદિ દ્વારા પરોક્ષપણે જાણવામાં અન્ધતુલ્ય નથી. પરંતુ સાક્ષાત્ આત્મ-પ્રત્યક્ષપણે જાણવામાં અન્ધતુલ્ય છે એમ જાણવું. અહીં તત્ત્વર્ણિનાં પદમાં તત્ત્વ પત્તિ રૂતિ તત્ત્વર્શિન, ર તત્ત્વર્શિનઃ રતિ અતિત્ત્વર્શિનઃ એવો સમાસ કરવો. પરંતુ ન તત્ત્વતિ મતત્ત્વ, તત્ પથતિ એવો વિગ્રહ ન કરવો.
પ્રશ્ન :- અતીન્દ્રિય પદાર્થોની ચર્ચા કરવામાં “વિવાદ” ચાલુ રાખીએ તો શું દોષ?
શબ્દ :- વિવાદ જે છે તે સબ્રિત્તિસમ્યગૂ ચિત્તનો નાશ કરવા રૂપ ફળને આપનારો છે. “ચિત્તવિશુદ્ધિ” રૂપ જે મુક્તિમાર્ગ હાથમાં આવ્યો છે, તેનો આ વિવાદ નાશક છે. માટે ઉત્તમ પુરુષોને વિવાદ કરવા વડે સયું.
પ્રશ્ન - વિવાદ કરવાથી કેવી રીતે સમ્યક્ ચિત્તનો નાશ થાય છે?
ઉત્તર : “વિવાદ” કરવાથી ચિત્ત નિરંતર કલુષિત રહે છે. કારણ કે જ્યારે જીવ વિવાદમાં ઉતરે છે ત્યારે પ્રતિવાદીને જુદો કેમ પાડવો? એ જ મુખ્ય લક્ષ્ય હોય છે. તેથી પ્રતિવાદીની વાત સાચી હોય તો પણ તેની સામે મનકલ્પિત યુક્તિઓ દ્વારા તેની વાતને ખોટી ઠરાવવાનો જીવ પ્રયત્ન કરે છે. આ કારણથી જીવને પ્રતિવાદી પ્રત્યે દ્વેષ પણ થાય છે. દ્વેષ થવાથી ચિત્ત સદા કષાય અને કલેશવાળું બને છે. પ્રતિવાદીને હરાવવાની બુદ્ધિ હોવાથી આવેશયુક્ત પણ વચનપ્રયોગ કરે છે. છતાં વિવાદમાં જો પોતે હારી જાય તો પોતાની થયેલી માનહાનિથી શોક-અરતિ અને આર્તધ્યાન પણ થાય છે. અને જો પ્રતિવાદી હારી જાય તો પ્રતિવાદીને શોક, અરતિ અને આર્તધ્યાન થાય છે. વળી વાદીને અભિમાન અને અતિશય રતિ અને હર્ષાદિ થાય છે. આ રીતે વિવાદ કરવામાં “જિગીષ” ભાવ હોવાથી હાર થાય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org