________________
ગાથા : ૧૪૨-૧૪૩ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૨૭ દ્વારા સંદેહ ચાલ્યો ગયો હોય તેવું, સંદેહ વિનાનું જ વાકય બોલે છે. (૨) સારવાળું. જે વચનો પોતે બોલે તેમાં કંઈને કંઈ સાર હોય, તત્ત્વ હોય, સૂક્ષ્મબોધાદિ થાય તેવું વચન બોલે છે. પરંતુ અપાર્થક (નિરર્થક) વચનો બોલતા નથી. જે વચનોનો કંઈ અર્થ ન હોય, કંઈ સાર ન હોય, તેવું વાયડા માણસની જેમ બોલ બોલ કરતા નથી. (૩) પરંતુ સત્ત્વાર્થકૃત્ય વચન બોલે છે. એટલે પોતાના બોલાયેલા વચનોથી અન્ય જીવોનો દ્રવ્ય ઉપકાર અથવા ભાવ ઉપકાર થાય તેવું પરાર્થકરણશીલ=પરોપકાર કરવાના સ્વભાવવાળું જ વચન બોલે છે.
આ પ્રમાણે સંતુપુરુષ કુદૃષ્ટાદિ ભાષા પ્રાયઃ બોલતા નથી અને સંદેહવિનાનું, સારવાળું અને પરોપકાર કરનારું વચન બોલે છે. માટે પણ ઉત્તમ પુરુષોએ “આર્યાપવાદ.” (સર્વજ્ઞવિરોધાદિ) ગાવો જોઈએ નહીં | ૧૪૨ ૩૫સંહસ્ત્રદ હવે આ ચર્ચાનો ઉપસંહાર કરતાં જણાવે છે કે
निश्चयोऽतीन्द्रियार्थस्य, योगिज्ञानादृते न च ।
अतोऽप्यत्रान्धकल्पानां, विवादेन न किञ्चन ॥ १४३॥ ગાથાર્થ = યોગીઓના જ્ઞાન વિના અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થઈ શકતો નથી. આ કારણથી પણ આ વિષયમાં જાત્યન્ધતુલ્ય એવા છઘસ્થોને વિવાદ વડે કંઈ પણ સાર નથી. + ૧૪૩ /
ટીકા-“નિશ્ચયોતિક્રિયાઈશ'' સર્વજ્ઞા, “ જ્ઞાનદિને 7 ” તત વિ તઃિ | “તપ” શRI, “મત્ર'' સર્વજ્ઞાથરે, “ક ન્યાન'' વિશેષતતત્ત્વર્ણિનાં, “વિવાર ન ઝિનસચિનાપAજોન ૨૪રૂ
વિવેચન - યોગની સાધના કરતાં કરતાં યોગી થયેલા મહાત્મા પુરુષોને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે યોગિજ્ઞાન કહેવાય છે કે જે પ્રત્યક્ષજ્ઞાન હોવાથી અને ઇન્દ્રિય નિરપેક્ષ હોવાથી અતીન્દ્રિય પદાર્થોને જાણી શકે છે. તથા યોગ પ્રભાવથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ શ્રુતજ્ઞાન, જાતિસ્મરણજ્ઞાન વગેરે પણ અહીં સમજી લેવાં. આવા પ્રકારનાં વિશિષ્ટ એવાં યોગી મહાપુરુષોના જ્ઞાન વિના અતીન્દ્રિય પદાર્થો આ આત્મા સર્વજ્ઞ હશે? કે અસર્વજ્ઞ હશે? જગત આખામાં કોઈ સર્વજ્ઞ હશે કે કોઈ સર્વજ્ઞ નહી હોય? ઇત્યાદિ સર્વજ્ઞાદિ સંબંધી અતીન્દ્રિય ભાવો જાણી શકાતા નથી. કારણ કે તે અતીન્દ્રિય ભાવોની સિદ્ધિ તાત વ=તેવા પ્રકારના યોગિજ્ઞાનથી જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org