________________
ગાથા : ૧૩૭
૪૧૯
યોગદૃષ્ટિ સમુચ્ચય જેમ એક જ ગુરુ પાસે ભણતા પચાસ વિદ્યાર્થીઓને ગુરુજી કોઇપણ એક વિષય એક સરખી રીતે એક સાથે સમજાવે છે. તો પણ જે વિદ્યાર્થીને ક્ષયોપશમ (પોતાની ભવ્યતા-યોગ્યતા-સમજવાની શક્તિ) વધારે તીવ્ર હોય તેને વધારે જ્ઞાનપ્રાપ્તિ થાય અને જેની પોતાની યોગ્યતા ન્યૂન હોય તેને ઓછી જ્ઞાનપ્રાપ્તિ થાય, તેમ અહીં સમજવું. અથવા જેમ કોઈ એક વેપારીને ત્યાં પાંચ, દસ વ્યક્તિઓ એક સરખો સામાન (માલ) લેવા જાય તો પણ જેની પાસે પોતાના વધુ પૈસા હોય તેને વધુ માલ મળે અને જેની પાસે પોતાના ઓછા પૈસા હોય તેને ઓછો માલ મળે. ઇત્યાદિ ઉદાહરણો અહીં સ્વયં જોડવાં.
પ્રશ્નઃ સર્વ સર્વજ્ઞોની દેશનાથી સર્વે શ્રોતાઓને હીનાધિકપણે પણ શું અવશ્ય લાભ થાય જ? કે કોઇને લાભ થાય અને કોઇને લાભ ન થાય? એવું પણ બને.
ઉત્તર - જે યોગ્ય શ્રોતા હોય (જેનું તથાભવ્યત્વ પાકવાથી મિથ્યાત્વ કંઈક મંદ થયું છે, તેવા સર્વેને હીનાધિકપણે પણ અવશ્ય લાભ થાય જ. પરંતુ જે અયોગ્ય છે. અભવ્ય છે. અથવા યોગ્યતા જેની પાકી નથી તેવાઓને લાભ થતો નથી.
પ્રશ્ન - જો અયોગ્ય અને અભવ્યાદિ જીવોને લાભ થતો નથી. તો મૂલગાથામાં સર્વેષ શબ્દ લખીને સર્વજીવોને ઉપકાર થાય છે. એમ કેમ કહ્યું છે ?
ઉત્તર :- અહીં સર્વ લખવાનો આશય એ છે કે જે “યોગ્ય ભવ્ય” જીવ હોય છે તે સર્વને હીનાધિકપણે અવશ્ય લાભ થાય છે. યોગ્ય ભવ્ય જીવમાં કોઇપણ જીવ એવો હોતો નથી. કે જેને આ દેશનાથી લાભ ન થાય.
સર્વશની દેશના અવધ્ય હોય છે= સર્વજ્ઞ પરમાત્માની દેશના હંમેશાં ફળવાળી જ હોય છે. ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. તેઓની દેશનાથી શ્રોતાવર્ગમાં કોઈક જીવો સર્વવિરતિ ધર્મ પામે, કોઈક જીવો દેશવિરતિ ધર્મ પામે. કોઈક જીવો સમ્યકત્વ પામે, અને કોઈક જીવો છેવટે બોધિબીજ (પ્રાથમિક યોગબીજ) પણ પામે જ. આ રીતે તેઓની દેશના “અવલ્થ” (નિયમા ફળવાળી) જ હોય છે. અથવા તેઓની સભામાં કદાચ યોગ્ય જીવો ઘણા ન હોય અને તેથી ઘણા જીવોને સમ્યકત્વ આદિ ગુણોની પ્રાપ્તિ ન થાય તો પણ કોઈ એક-બે-ત્રણ આદિ જીવોને તો અવશ્ય સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ થાય જ છે. પરંતુ દેશના નિષ્ફળ જતી નથી. (મહાવીર પ્રભુની પ્રથમ દેશના યોગ્ય જીવોનો સર્વથા અભાવ હોવાથી જે નિષ્ફળ ગઈ તે એક આશ્ચર્ય (અચ્છ૩) સમજવું.) આ પ્રમાણે સર્વજ્ઞપરમાત્માની આ દેશનાની સર્વત્ર અવસ્થતા જ સુસ્થિત (સારી રીતે હોય) છે. એમ જાણવું. ૫૧૩૭ll.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org