________________
૪૦૩
ગાથા : ૧૩૦
યોગદષ્ટિ સમુચ્ચય સદાશિવ વગેરે શબ્દોના વ્યુત્પત્તિસિદ્ધ અર્થો આ પ્રમાણે છે
(૧) સદાશિવ-નિર્વાણ પામેલા આત્માઓને સાહંમેશાં શિવ કલ્યાણ જ હોય છે. સાદિ-અનંત કાળ સુધી કલ્યાણવાળા જ હોય છે. કયારે પણ અકલ્યાણ હોતું નથી. (મુક્તિગત જીવો સર્વ કર્મરહિત હોવાથી આ અર્થ ઘટી શકે છે.)
(૨) પરબ્રહ્મ- અહીં પરં-પ્રધાન શ્રેષ્ઠ અને બ્રહ-આત્મા. પ્રધાન એવો આત્મા તે પરબ્રહ્મ. આત્માના બે ભેદ છે. મુક્ત અને સંસારી. રાગ-દ્વેષ આદિ દોષોથી રહિત અત્યન્ત શુદ્ધ આત્મા તે પરબ્રહ્મ અર્થાત્ મુક્ત કહેવાય છે. અને રાગાદિ દોષોવાળો જે આત્મા તે અપરબ્રહ્મ (એટલે સંસારી) કહેવાય છે. નિર્વાણાવસ્થા એ આત્માની રાગાદિ દોષરહિત શુદ્ધ અવસ્થા છે, તેથી પરબ્રહ્મ શબ્દનો અર્થ ત્યાં ઘટે છે. તથા આ નિર્વાણાવસ્થામાં રહેલો આત્મા વૃહત્ત્વ સ્વયં પોતે મહાનું છે. નિર્દોષ છે. અને છંદગાંબીજાને મહાન બનાવનાર છે. અન્યને દોષરહિત કરે છે. કારણ કે સદ્ભાવસારા (ઉત્તમ-શ્રેષ્ઠ) ભાવોનું માનવુનત્વીત્ =આલંબન હોવાથી બીજાને મહાનું બનાવે છે, તેથી પરંબ્રહ્મ કહી શકાય છે. જે જે આત્માઓ આ નિર્વાણપદનું આલંબન લે છે. તે તે આત્માઓ રાગ-દ્વેષ આદિ દોષો વિનાના થઇને શુદ્ધભાવોને પામે છે. અને તેવા શુદ્ધભાવોના આલંબનથી મહાનું બને છે. નિર્દોષ શુદ્ધતત્ત્વપણાને પામે છે. સ્વયં પોતે મહાન હોવા વડે અને પરને મહાન બનાવનાર હોવા વડે ઉચ્ચ કોટિના ભાવોનું આલંબન બનનાર હોવાથી પરબ્રહ્મ સ્વરૂપ છે.
(૩) સિદ્ધાત્મા-સિદ્ધ થયેલ. અર્થાત્ કૃતકૃત્ય થયેલ આત્મા. જે આત્માનાં સર્વે કાર્યો કરાઈ ચૂક્યાં છે. જેને હવે કરવાનું કંઈ બાકી નથી તે. નિષ્કિતાર્થ એટલે સમાપ્ત પ્રયોજનવાળો આત્મા. આ અર્થ પણ મુક્તમાં સંભવે છે.
(૪) તથાતા- તથા એટલે તેવા પ્રકારનો અને તા પ્રત્યય છે. તેવા પ્રકારપણું એટલે કે નિર્વાણ પામે ત્યારે આ આત્મા જેવો શુદ્ધબુદ્ધ-નિરંજન નિર્દોષ બને છે તેવા જ પ્રકારવાળાપણું સદા રહે છે માટે તથાતા કહેવાય છે. મુક્તિગત જીવ સદા એટલે થાવત્કાલ સુધી તેવો તેવો જ રહે છે. તેમાં કોઈપણ જાતનો વિકાર થતો નથી. માટે તથાતા કહી શકાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
જેમાં કાર્ય નીપજે તે ઉપાદાન, અને જેનાથી કાર્ય નીપજે તે નિમિત્ત. ઉપાદાનમાં કાર્ય થવાની યોગ્યતા હોય છે. અને નિમિત્તમાં કાર્યોત્પત્તિનું નિમિત્ત બનવાની યોગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org