________________
૪૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૪ પરંતુ જે રોગીને જેવો રોગ હોય તે રોગીને તે રોગનું નાશક જ ઔષધ આપે છે. તથા જે રોગી આત્માઓને “સમાન રોગ” હોય તે રોગી આત્માઓને પણ તે રોગનું નાશક ઔષધ સમાનપણે આપતા નથી, પરંતુ તે વ્યક્તિની પ્રકૃતિ, બાલ્ય-યૌવનાદિ વય, શીત, ગ્રીષ્મ આદિ ઋતુ તથા સાનુકૂળ-પ્રતિકૂળ ક્ષેત્ર જોઇને ઔષધ આપે છે એટલે કે તે રોગી આત્માઓ રોગમુક્ત કેમ થાય? તેવી દૃષ્ટિ રાખીને તેઓના હિતને અનુસારે ભિન્ન-ભિન્ન ઔષધ તથા ભિન્ન-ભિન્ન માત્રાએ ઔષધ આપે છે.
એવી જ રીતે સર્વે સર્વજ્ઞા પણ પોતાના શિષ્યવર્ગનો “ભવરોગ” દૂર કરવા માટે “ભિષશ્વર” એટલે શ્રેષ્ઠ વૈદ્યસમાન છે. તેથી જેવી જેવી ધર્મદેશનાથી તે તે જીવોનું કલ્યાણ થાય તેમ હોય તે તે જીવોની સામે તેવી તેવી ધર્મદેશના આપે છે. અર્થાત્ વિથ શિષ્યવર્ગની સાનુકુળથતિ: કલ્યાણ કરવા માટેની અનુકુળતાના અનુસાર દેશના આપે છે.
અજિતનાથપ્રભુથી પાર્શ્વનાથપ્રભુ સુધીના તીર્થંકર પરમાત્માઓના કાળે શિષ્યવર્ગ ઋજુ અને પ્રાણ હોય છે. થોડામાં ઘણું સમજે છે, સરળ અર્થ કરે છે. તેથી ચાર મહાવ્રતવાળી અને અમુક જ સામાચારીવાળી ધર્મદેશના હોય છે. જ્યારે ઋષભદેવપ્રભુના શાસનમાં શિષ્યવર્ગ ઋજુ અને જડ હોય છે. તથા મહાવીરપ્રભુના શાસનમાં શિષ્યવર્ગ વક્ર અને જડ હોય છે. કાળપ્રભાવથી જ શિષ્યવર્ગમાં આવો ભેદ હોય છે. વારંવાર સમજાવવા છતાં ન સમજે તેવા અને વધારે પ્રમાણમાં કુતર્ક કરે તેવા હોય છે. તેથી તે કાળે ચારને બદલે પાંચ મહાવ્રતવાળી અને દશવિધ સામાચારીવાળી ધર્મદેશના હોય છે આ દેશનાના ભેદની પાછળ શિષ્યવર્ગના કલ્યાણની અપેક્ષા માત્ર જ કારણ છે. પરંતુ સૈદ્ધાન્તિક મતભેદ તેઓમાં હોતો નથી.
આ જ પ્રમાણે દર્શનાત્તરોના શાસનમાં પણ તેઓની માન્યતાનુસાર સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ એવા કપિલ ઋષિ અને સુગત (બુદ્ધ) ભગવાન આદિમાં પણ શિષ્યોના હિતની અનુગુણતાના કારણથી જ ધર્મદેશનાનો ભેદ છે. પરંતુ પારમાર્થિક સૈદ્ધાત્તિક મતભેદ નથી. સાંભળનારા શિષ્યવર્ગને જોઈને તે સર્વજ્ઞોમાંના કોઈક વક્તા “ઝાત્મા નિત્ય:"=આત્મા નિત્ય છે એવી દેશના આપે છે અને કોઈક વક્તા “માત્મા નિત્ય રૂતિ ='' આત્મા અનિત્ય છે એવી દેશના આપે છે.
સારાંશ કે તેઓ પણ સર્વજ્ઞ (લોકમાં તથા તેઓના અનુયાયી વર્ગમાં સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ) હોવાથી આત્મા નિત્ય અને અનિત્ય ઉભય સ્વરૂપવાળો છે. એમ જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org