________________
૪૦૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૩ એટલે કે પ્રથમ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય, ત્યારપછી જ નિર્વાણતત્ત્વ પ્રાપ્ત થાય. સર્વજ્ઞ બન્યા વિના નિર્વાણતત્ત્વ કોઈને પણ કદાપિ ન આવે. આવો અવિચલ દઢ નિયમ છે. પ્રસ્તુત એવું નિર્વાણ નામનું આ તત્ત્વ સર્વશતા પૂર્વક જ પ્રાપ્ત થાય છે. આ કરણથી સર્વશ થવું એ નિર્વાણ તત્ત્વની પ્રાપ્તિનો અતિશય નિકટનો અને અત્યન્ત સરળ-સીધો (અવક્ર) એવો આ માર્ગ છે. આસન્ન (એટલે) નિકટનો આ માર્ગ એટલા માટે છે કે- સર્વજ્ઞ બનેલો તે આત્મા તે જ ભવે નિયમો નિર્વાણપદ પામે જ છે. ભવાન્સર પણ કરતો નથી. અને દીર્ઘકાળ જેટલો વિલંબ પણ કરતો નથી. માટે આસન્ન છે. તથા હવે તે જીવને બીજી કોઈ સાધના-કે ઉપાસના અથવા કંઈપણ કર્તવ્ય શેષ નથી કે જેથી તેને આડા-અવળા જવું પડે. જો કોઈ કર્તવ્ય બાકી હોત તો તે કર્તવ્ય બજાવવા આડા-અવળા ગુણસ્થાનકે કે આડા-અવળા ક્ષેત્રે જવું પડે પરંતુ કર્તવ્ય કંઈપણ બાકી ન હોવાથી આ જ ભવે સીધો જ મોક્ષે જાય છે. માટે “સર્વજ્ઞતા” લક્ષણવાળો નિર્વાણપદનો આ માર્ગ નિકટ પણ અને છે અવક્ર (સીધો) પણ છે.
ત મે તે કારણથી સર્વજ્ઞભેદ એટલે કે સર્વે સર્વજ્ઞ પુરુષોમાં મતભેદ રૂપ ભેદ કેમ હોઈ શકે? અર્થાત્ ન જ હોય. નિર્વાણમાર્ગની પૂર્વે બહુ નિકટમાં “સર્વજ્ઞતા” આવે છે. અને તે સર્વજ્ઞતા મિથ્યાત્વ, રાગ-દ્વેષ અને અજ્ઞાનતા આદિ દોષોથી સર્વથા મુક્ત જ છે. માટે તે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા થતો “મતભેદ” સર્વજ્ઞ પુરુષોમાં કેમ હોઈ શકે? કારણ કે આ જીવો પરિપૂર્ણ જ્ઞાની હોવાથી, અજ્ઞાનતા આંશિક પણ ન હોવાથી, તથા મિથ્યા બોલવામાં કોઈ (રાગાદિ) કારણો આ વીતરાગમાં ન હોવાથી તેઓના મતમાં કોઈપણ જાતનો ભેદ હોતો નથી. પાર્શ્વનાથપ્રભુ હોય કે મહાવીરપ્રભુ હોય, નેમિનાથપ્રભુ હોય કે ઋષભદેવપ્રભુ હોય. આ ચોવિશીના તીર્થંકરપ્રભુ હોય કે અતીત-અનાગત ચોવિશીના તીર્થંકરપ્રભુ હોય. ભરતક્ષેત્રના હોય
કે મહાવિદેહાદિ ક્ષેત્રના હોય, પરંતુ સર્વે સર્વજ્ઞોની વાણીમાં (સર્વજ્ઞોના સિદ્ધાન્તમાં) , કોઇપણ જાતનો કંઈપણ (આંશિકપણ) મતભેદ હોતો નથી. નિર્વાણતત્ત્વ એક છે. તેના નિકટ કારણવર્તી સર્વજ્ઞદશા એક છે અને તેના નિકટવર્તી વીતરાગ દશા પણ એક છે. માટે કોઈપણ જાતનો મતભેદ સંભવતો જ નથી. આ પ્રમાણે ગાથા-૧૦૩માં કહેલી સર્વજ્ઞની એકતા સિદ્ધ થઈ. | ૧૩૩ છે देशनाभेदः कथमित्याशङ्क्याह
જો સર્વે સર્વજ્ઞો એક છે. સિદ્ધાન્તમાં કોઇપણ જાતનો મતભેદ નથી. તો પાર્શ્વનાથ પ્રભુની દેશના ચાર મહાવ્રતવાળી અને મહાવીર પ્રભુની દેશના પાંચ મહાવ્રતવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org