________________
ગાથા : ૧૩૨-૧૩૩
યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૦૭
કરવો જોઈએ નહીં. સાધનભેદ હોવાથી કોઈ શીધ્ર અમદાવાદ પહોંચે, કોઇ વિલંબે પહોંચે, પરંતુ પહોંચે અવશ્ય. માટે વિવાદ કરવો ઉચિત નથી અને જો વિવાદ કરે તો તે સાચા પંડિત કહેવાય નહીં.
તેવી રીતે આરાધક આત્માઓનું સાધ્ય નિર્વાણતત્ત્વ એક (એક સરખા સ્વરૂપવાળું સમાન) છે. તેને સાધવાનો ચિત્તવિશુદ્ધિ અને તેના દ્વારા સર્વજ્ઞતા મેળવવા વડે મુક્તિ મેળવવાનો હાઇવે ધોરીમાર્ગ પણ એક જ છે. તો પછી કોઈ જ્ઞાન આરાધના દ્વારા, કોઇ તપ આરાધના દ્વારા, કોઈ કાયોત્સર્ગાદિ આરાધવા દ્વારા, કોઈ ધ્યાનવિશેષ આરાધવા દ્વારા, અને કોઈ વૈયાવચ્ચાદિ રૂપ ક્રિયાનુષ્ઠાન આરાધવા દ્વારા (અન્ય અનુષ્ઠાનોનો અપલાપ કર્યા વિના) જો નિર્વાણમાર્ગ આરાધે તો તેમાં વિવાદ શું? આવા પ્રકારનો ઉત્તમોત્તમ અસંમોહ જ્ઞાનપૂર્વક પરમાર્થથી નિર્વાણતત્ત્વની સેવા (આરાધના-ઉપાસના) કરવામાં પ્રેક્ષાવાનું પુરુષોને વિવાદ સંભવતો નથી. કારણ કે સાધ્યભૂત એવા તે નિર્વાણતત્ત્વના જ્ઞાનમાં કોઈપણ પ્રકારનો ભેદ નથી. તેના માર્ગમાં પણ ભેદ નથી અને જે આરાધના ભેદ છે તે પણ પોતાનાથી જે શકય છે અને જે અશક્ય છે ઇત્યાદિ શક્યાશક્યતાના ભેદથી છે, પરંતુ સ્વમતાગ્રહથી નથી. માટે વિદ્વાન પુરુષોએ વિવાદ કરવો જોઈએ નહીં. અન્યથા-એટલે કે જો વિવાદ ચાલુ રાખે, તો તેઓમાં રહેલા પ્રેક્ષાવત્ત્વનો વિરોધ આવે. અર્થાત્ સાપેક્ષવાદ ન સમજવાના કારણે અને એકાન્તાગ્રહી બનવાના કારણે તેઓ સાચા વિદ્વાન કહેવાય નહીં (ભણ્યા પણ ગણ્યા નહી એવી યુક્તિ અહીં લાગુ પડે.) | ૧૩ર |
सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् ।
आसन्नोऽयमृजुर्मार्गस्त दस्तत्कथं भवेत् ॥ १३३॥ ગાથાર્થ = આ નિર્વાણતત્ત્વ જે કારણથી અવશ્ય સર્વજ્ઞતાપૂર્વક જ પ્રાપ્ત થાય છે. “સર્વજ્ઞ સ્વરૂપ” આ માર્ગ મુક્તિની અતિશય નિકટનો છે અને અવક્રસ્વરૂપ છે. તેથી તે સર્વજ્ઞમાં ભેદ કેમ હોઈ શકે? | ૧૩૩ |
ટીકા -“પૂર્વૐ વૈતતિતત્ત્વ” નિર્વાધ્યમ્ | ‘‘નિયમાવ પસ્થિત સર્વજ્ઞ” નિર્વાનુપપઃ | “માસનોર્થ” નિસ્વાર્થ સર્વાન્નક્ષUT:,
ગુરવ મા.” પ્રસ્થા. “તમેઃ ” સર્વજ્ઞમેવો મત મેહત્નક્ષUT: | તત્તમાત્ વર્થ “મવેત'નૈવ ભવતિ | ૨રૂર છે
વિવેચન :- આ નિર્વાણતત્ત્વની પ્રાપ્તિ નિયમો સર્વજ્ઞ થવા પૂર્વક જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org