________________
ગાથા : ૧૩૧ યોગદષ્ટિ સમુચ્ચય
૪૦૫ ૪” વર્તધ્યામાવાદિ વચનામાવેન , રં તરખેવભૂતમ” “તો'યમાત, નાઇયોગો'' નન્ન-નર-મ૨UTયોન છે રૂ .
વિવેચન-સર્વે દર્શનોમાં “પરતત્ત્વ” (મુક્તિતત્ત્વ) એક જ છે. તેનું કારણ એ છે કે નિર્વાણનું જે લક્ષણ છે તેમાં અવિસંવાદ છે. અર્થાત્ સર્વે દર્શન મુક્તિનું સ્વરૂપ એકસરખું સમાન માનતા હોવાથી મુક્તિના સ્વરૂપમાં કોઈ દર્શનોને કોઇ દર્શનોની સાથે વિસંવાદ નથી (મતભેદ નથી). મુક્તિનું (નિર્વાણનું) સ્વરૂપ બધા જ દર્શનો સમાન માને છે.
પ્રશ્ન- સર્વે દર્શન મુક્તિના સ્વરૂપને સમાન જે માને છે તે સમાન સ્વરૂપે કેવું છે? અર્થાત્ નામભેદ-સ્થાનભેદ આદિ હોવા છતાં જે “સમાન સ્વરૂપ” છે. તે કેવું છે? અને કયું છે?
ઉત્તર :- આ નિર્વાણ “નિરાબાધ” છે “અનામય” છે અને “નિષ્ક્રિય” છે. ત્યાં નિરાબાધ છે એટલે સર્વે પ્રકારની બાધાઓથી (પીડાઓથી) રહિત છે. શારીરિક કે માનસિક અથવા આધિદૈવિકાદિ ત્રિવિધ એમ સર્વ પ્રકારની પીડા વિનાનું નિર્વાણ છે. અર્થાત્ સર્વ પ્રકારના દુઃખો વિનાનું આ નિર્વાણ છે. તથા અનામય છે. એટલે જે શારીરિક રોગો છે તે દ્રવ્ય રોગો અને રાગ-દ્વેષાદિ કષાયજન્ય આત્મ-પરિણામો તે ભાવરોગો. નથી વિદ્યમાન દ્રવ્યરોગ અને ભાવરોગ જ્યાં તે અનામય કહેવાય છે. વેદનીયકર્મનો ક્ષય હોવાથી દ્રવ્યરોગ નથી અને મોહનીયકર્મનો ક્ષય હોવાથી ભાવરોગ નથી. આ પ્રમાણે નિર્વાણ તે નિરામય કહેવાય છે. તથા નિર્વાણનું સ્થાન નિષ્ક્રિય છે એટલે સંસારસંબંધી કોઈપણ પ્રકારનું પ્રયોજન શેષ ન હોવાથી હવે કંઈ પણ કર્તવ્ય (કરવા લાયક કાર્ય) તેઓને બાકી નથી માટે નિષ્ક્રિય છે. જો કે કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગમાં વર્તવા રૂપે સક્રિય છે તો પણ મન-વચન અને કાયાના યોગસંબંધી કોઈ કાર્ય ન હોવાથી નિષ્ક્રિય છે. આ પ્રમાણે “પર તત્ત્વ” એટલે મુક્તિતત્ત્વ આવા પ્રકારનું “નિરાબાધ, અનામય” અને “નિષ્ક્રિય” છે. આ બાબતમાં કોઈ દર્શનકારોને વિવાદ ન હોવાથી સર્વે દર્શનોમાં નિર્વાણપદ સમાન છે.
પ્રશ્ન :- આ નિર્વાણપદ (પરતત્ત્વ) કયા કારણથી નિરાબાધાદિ સ્વરૂપ છે.
ઉત્તર - જે કારણથી ત્યાં જન્માદિનો અભાવ છે. જન્મ, જરા, મરણ, રોગ અને શોક અને ભય આદિનો અભાવ છે તેથી નિરાબાધાદિ સ્વરૂપ છે. જ્યાં જન્મ-જરામરણ-રોગ-શોક અને ભય આદિ હોય છે. ત્યાં જ દુઃખ-રોગ અને ગમનાગમનાદિ ક્રિયા હોય છે. નિર્વાણમાં જન્માદિ નથી તે કારણથી ત્યાં દુઃખ, રોગ અને ક્રિયા નથી. માટે પરતત્ત્વ આવા પ્રકારના નિરાબાધાદિ સ્વરૂપ છે. | ૧૩૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org