________________
૪૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૦ પતવાહિં એ શબ્દભેદ જ જણાવે છે.
सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च ।
शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥ १३०॥ ગાથાર્થ = તે નિર્વાણ એક જ છે. છતાં અન્વર્થના યોગથી “સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા” અને “તથાતા” એ વગેરે ભિન્ન-ભિન્ન શબ્દોવડે કહેવાય છે. તે ૧૩૦ll
ટીકાશિવ” રૂત્તિ સર્વાનં શિવો ન વારિતશિવ ! “રિજાનપરિશુદ્ધઃ સર્વશિવાભાવાત્ ! “ઘર'' પ્રથાને “બ્રા” તથા વૃહત્ત્વવૃંદસ્વાગ્યાં सद्भावालम्बनत्वात् । “सिद्धात्मा" कृतकृत्यात्मा निष्ठितार्थ इत्यर्थः । तथातेति च- आकालं तथाभावात् । यथोक्तम्
उपादाननिमित्ताभ्यामधिकारित्वतो ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥१॥ विसंयोगात्मिका चेयं, त्रिदुःखपरिवर्जिता ।
भूतकोटिः परात्यन्तं, भूतार्थफलदेति च ॥ २॥ इत्यादिशब्दैस्तन्निवार्णमुच्यते । अन्वर्थादन्वर्थेनोक्तनीत्या ।
pવ' , gવમમિતિ | શરૂ | વિવેચન - તે “નિર્વાણ” (મુક્તિ-પરતત્ત્વ) એક જ છે. સર્વદર્શનોને સમાન છે. તો પણ “સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા” અને “તથાતા” આવા પ્રકારના જુદા જુદા શબ્દોથી દર્શનાન્તરોમાં પણ આ જ નિર્વાણ જણાવેલું છે.
પ્રશ્નઃ- જો દર્શનાન્સરોમાં પણ નિર્વાણ એક જ છે, તો ત્યાં નામભેદ (શબ્દભેદ) કેમ છે?
ઉત્તરઃ- સદાશિવ વગેરે શબ્દોનો જે અન્વર્થ છે તે અન્વર્થ આ નિર્વાણમાં સંભવે છે. તેથી અવર્થ ઘટતો હોવાથી એક જ વસ્તુ જુદા જુદા નામે વ્યવહાર પામે છે.
પ્રશ્ન :- અન્તર્થ એટલે શું?
ઉત્તરઃ- સંસ્કૃત ભાષાના વ્યાકરણ દ્વારા ધાતુ અને પ્રત્યયાદિ વડે બનેલા શબ્દથી સિદ્ધ થતો અર્થ તે “અવર્થ” કહેવાય છે. અન્યદર્શનોમાં “નિર્વાણ” માટે “સદાશિવ” આદિ જે જે જુદા જુદા શબ્દો કહેવાયા છે. તે સર્વે શબ્દોનો અન્વર્થ (વ્યુત્પત્તિસિદ્ધ અર્થ) ત્યાં ઘટે છે માટે જુદા જુદા નામથી બોલાવે તો પણ પરમાર્થથી કોઈ અર્થ ભેદ (તત્ત્વભેદો થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org