________________
૪૦૧
ગાથા : ૧૨૯-૧૩૦
યોગદૃષ્ટિ સમુચ્ચય તે પરતત્ત્વનું “નિર્વાણ” એવું બીજું નામ છે. પ્રશ્નઃ- આ પરતત્ત્વનું “નિર્વાણ”નામ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:- નિર્વાણ થવું એટલે બુઝાઈ જવું. સમાપ્ત થઈ જવું. ફરીથી તે અવસ્થા ન આવવી તે નિર્વાણ કહેવાય છે. આ કારણથી આ સંસારમાં ચારગતિમાં જ્યારે
જ્યારે કોઇપણ જીવ મરે છે ત્યારે તેને “મૃત્યુ” કહેવાય છે. પરંતુ નિર્વાણ કહેવાતું નથી. કારણ કે તે મૃત્યુની પછી પુનઃ જન્મ-મરણાદિ આવે જ છે. જ્યારે આ પરતત્ત્વમાં (સંસારાતતતત્ત્વમાં) પુનઃ જન્મ-મરણાદિ આવતાં નથી તેથી સર્વથા બુઝાઈ જવું જન્મ-મરણ રહિત થવું. એવી “નિર્વાણ સંજ્ઞા થઈ છે જેની-એથી કરીને તે તત્ત્વને “નિર્વાણતત્ત્વ” કહેવાય છે.
આ પરતત્ત્વને (નિર્વાણતત્ત્વને) જુદા જુદા દર્શનકારો (હવે પછીની ગાથામાં કહેશે તે પ્રમાણે) સદાશિવ, પરબ્રહ્મ ઇત્યાદિ નામે ભિન્ન-ભિન્ન શબ્દથી કહેવા છતાં પણ પરમાર્થથી તો તે “પરતત્ત્વ” સામાન્યપણે એક જ છે. પરંતુ ભિન્ન-ભિન્ન નથી. સારાંશ કે પરતત્ત્વના તે તે નામભેદ માત્ર છે. પરંતુ વસ્તુભેદ નથી જ.
પ્રશ્ન - આ “પરતત્ત્વ સામાન્યથી એક છે, એટલે શું? અર્થાત્ વિશેષથી શું ભિન્ન છે?
ઉત્તર - સંસારની સમાપ્તિ થવી. ભવનો અંત થવો. જન્મ-મરણાદિ બંધ થઈ જવા, એ રૂપે આ “પરતત્ત્વ” (મુક્તિ) સર્વદર્શનકારોમાં સમાન છે. એટલે “સામાન્યથી” ભવાતીત સ્વરૂપે સમાન છે. પરંતુ સદાશિવ, પરબ્રહ્મ ઇત્યાદિ સ્વરૂપે “શબ્દભેદ”થી ભિન્ન પણ છે. તથા જૈનદર્શનમાં જેમ ચૌદરજ્જુ લોકમાં ઉપર લોકાન્ત તે જીવોનું સ્થાન માનવામાં આવે છે. તેમ અન્યદર્શનોમાં પોતપોતાની માન્યતા પ્રમાણે સ્થાનભેદ પણ હોય. જૈનદર્શનમાં મુક્તિગત જીવની અવગાહના ઉત્કૃષ્ટથી ૩૩૩ ધનુષ અને જઘન્યથી ૩ર અંગુલ માનવામાં આવી છે અન્યદર્શનોમાં કોઈમાં સર્વવ્યાપી અને કોઈમાં વળી કંઈક બીજું જ ઇત્યાદિ પણ માનવામાં આવ્યું છે. એમ શબ્દભેદ સ્થાનભેદ વગેરે વિશેષતાઓથી દર્શને દર્શને મુક્તિગત જીવનું સ્વરૂપ જુદું જુદું પણ છે. પરંતુ સામાન્યથી જન્મ-મરણાદિની સમાપ્તિ રૂપે ભવાતીતપણે આ મુક્તિ સર્વદર્શનોને સમાન છે. એક જ છે.
આ પ્રમાણે પરતત્ત્વ (મુક્તિ) અને તેના ઉપાય રૂપે એટલે મુક્તિના માર્ગ રૂપે અનંતરપણે સર્વજ્ઞતા અને પરંપરા રૂપે ચિત્તવિશુદ્ધિ સર્વદર્શનકારોને એક જ છે. સમાન જ છે. માત્ર તેના શબ્દભેદ તથા સ્થાનભેદ આદિથી જ ભેદ છે. પરમાર્થથી તત્ત્વસ્વરૂપે ભેદ નથી. || ૧૨૯ યો. ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org