________________
૪00 યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૯ ગાથાર્થ = સંસારના પારને પામવો એ તત્ત્વ છે. તે સૌથી શ્રેષ્ઠતત્ત્વ છે તેનું “નિર્વાણ” એવું નામ છે. તે પરતત્ત્વ (નિર્વાણ) પણ જુદા જુદા દર્શનકારોની અપેક્ષાએ શબ્દભેદ હોવા છતાં પણ તત્ત્વથી નિયમા એક જ છે. તે ૧૨૯ છે
ટીકા -“સંસારતતતવં તુ” રૂતિ સંરતીત પુનતત્ત્વમ્ મિયાદ
” પ્રથાનં “નિવાસંતિ'' નિસંજ્ઞા સન્નતાતિ જ્યા ““તગ્રેવ'' સામચેિન, ‘‘નિયમન્નમેન,” ““ એ” વમા નિક્ષ સતિ, “તત્વત:' પરમાર્થેન ૨૨૧
વિવેચન સંસારાતતતત્ત્વ (ભવાતીતતત્ત્વ-મુક્તિતત્ત્વ)ના માર્ગે ચાલનારાનું અનુષ્ઠાન એકાન્તપરિશુદ્ધિવાળું હોવાથી શીઘ મુક્તિફળદાયી થાય છે એ પ્રમાણે ૧૨૬મી ગાથામાં પૂર્વે કહ્યું છે. અને સંસારાતીતતત્ત્વ એટલે “પરતત્ત્વ” એ પણ તે જ ગાથાની ટીકામાં કહ્યું છે. તથા ૧૨૭મી ગાથામાં ભવાતીતતત્ત્વના માર્ગે ચાલનારા જીવોનું વર્ણન આવ્યું છે. તેથી “ભવાતીતતત્ત્વ” કેવું છે? તે આ ગાળામાં સમજાવે છે
સંસારનો પાર પામવો” એ સાચોસાચ તત્ત્વ (સાર) છે કારણ કે આ સંસાર જ જન્મ, મરણ, રોગ, શોક આદિ અનેક દુઃખોની ખાણ છે. જે કંઈ ઇન્દ્રિયજન્ય સુખ છે. તે પણ બુભક્ષા વધારનાર હોવાથી અને બીજાં અનેક દુઃખો આપનાર હોવાથી સુખ રૂપ નથી. પરંતુ ઝાંઝવાના જળની જેમ ભ્રમ માત્ર છે. વધારે ને વધારે દુઃખ જ આપનાર છે. તેથી “તેનો પાર પામવો” એ જ સર્વે યોગી મહાત્માઓને પોતાના જીવનનો સાર (તત્ત્વ) લાગે છે. એટલું જ નહીં પરંતુ તે “સંસારાતીતપણું” એ “પરમતત્ત્વ” છે, પરમસાર છે, પ્રધાનપણે એ જ સાર છે. સ્વર્ગાદિ ભવો મળે તો અલ્પકાળ નરકાદિનાં દુઃખો કદાચ ન આવે, પરંતુ અંતે તો આવે જ. તેથી સ્વર્ગાદિનાં સુખો એ કંઈ તત્ત્વ નથી. છતાં વ્યવહારથી અન્યભવો કરતાં ત્યાં તેટલુ દુઃખ ન હોવાથી સામાન્ય લોકો તેને કદાચ તત્ત્વ(સાર) માને તો પણ જન્મ-મરણાદિ દુઃખોની ખાણમાંથી મૂકાવાપણું ત્યાં દિવાદિના ભવોમાં પણ) ન હોવાથી તે “પરતત્ત્વ” કહેવાતું નથી જ. જ્યાં અલ્પ પણ દુઃખ નથી, પરદ્રવ્યની પરાધીનતા નથી. સ્વગુણોની રમણતાનું અનંત સુખ છે. જન્મ-મરણાદિનાં દુઃખો ભાવિમાં પણ કદાપિ જ્યાં આવતાં નથી. તે જ યથાર્થ “પરતત્ત્વ”-સંસારતતતત્ત્વ-ભવાતીતતત્ત્વ કહેવાય છે. તે જ સૌથી પ્રધાન તત્ત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org