________________
૩૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૮ જ મુક્તિનો માર્ગ સમજવો. આ માર્ગ શમપરાયણ એટલે પ્રધાનતાએ શમભાવ રહેલો છે જેમાં એવો એવો જે પરિણામ તે મુક્તિનો માર્ગ જાણવો.
ચિત્તમાંથી રાગાદિ કલુષિતતા દૂર કરીને અતિશય નિર્મળતા યુક્ત સમતાપરાયણ એવો જે ચિત્તપરિણામ તે જ વાસ્તવિક મુક્તિમાર્ગ છે. જે કોઈ અનુષ્ઠાનો આચરવામાં આવે છે તે સર્વે અનુષ્ઠાનો દ્વારા ચિત્તની વિશુદ્ધિ જ કરવાની હોય છે. જેટલા અંશે રાગાદિનો વિજય કરીને ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. તેટલો તેટલો મુક્તિમા ચાલનારો જીવ કહેવાય છે.
ક્ષીણ થયો છે બહુ ભાવમલ જેઓનો એવા મંદમિથ્યાત્વગુણસ્થાનક વર્તી જીવોથી પ્રારંભીને બારમા ગુણસ્થાનક સુધીના જીવોમાં ગુણસ્થાનકની અપેક્ષાએ અવસ્થાભેદ છે તે આ પ્રમાણે-કોઈ હજી અપુનબંધકદશામાં છે. કોઈ ચરમયથાપ્રવૃત્તકરણવર્તી છે. કોઈ ગ્રંથિદેશવર્તી છે. કોઈ પ્રાપ્ત સમ્યકત્વી છે. કોઈ દેશવિરતિધર છે. કોઈ પ્રમત્તસંયત છે. કોઈ અપ્રમત્ત સંયત છે. અને કોઈ ક્ષપકશ્રેણીવર્તી છે. આ સર્વે ક્ષીણ બહુ ભાવમલવાળા યોગી જીવોમાં ગુણસ્થાનકની અપેક્ષાએ અવસ્થાભેદ જરૂર છે. તો પણ આ સર્વે મોક્ષમાર્ગ ઉપર ચાલનારા કહેવાય છે. અને આ સર્વેમાં “ચિત્તવિશુદ્ધિ” રૂપ મોક્ષમાર્ગ પણ એક જ છે. એમ જાણવું. - પ્રશ્ન - ચડતા-ઉતરતા દરજ્જાનાં ગુણસ્થાનકો હોવા છતાં આ સર્વેનો એક જ મુક્તિમાર્ગ છે. એમ કેમ કહેવાય?
ઉત્તર:- તે દરેકમાં રાગાદિ કષાયોની તીવ્રતાના અભાવથી તથા સર્વથા રાગાદિ દોષોના અભાવવાળી ભાવિમાં આવનારી “ચિત્તવિશુદ્ધિ” રૂપ માર્ગ એકજ છે. માત્ર તફાવત એટલો જ છે કે અપુનબંધકાવસ્થાવાળી યોગી સાધ્યથી દૂરતમવર્તી છે. ચરમયથાપ્રવૃત્તકરણવર્તી યોગી દૂરતરવર્તી છે. ગ્રંથિભેદવાળા દૂરવર્તી છે. સમ્યકત્વગુણવાળા આસન્ન છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર આસન્નતર છે તથા ક્ષપકશ્રેણી વર્તી જીવો આસન્નતમ છે. એમ તે કિનારાથી દૂર-આસન્નતા આદિના ભેદથી માત્ર અવસ્થાભેદ છે પરંતુ સર્વે જીવો કાલક્રમે મુક્તિરૂપી કિનારાને પામવાના એક માર્ગ ઉપર ચાલી રહ્યા છે.
પ્રશ્ન- આ પદાર્થ સમજવા માટે શું કોઈ ઉદાહરણ છે?
ઉત્તરઃ- હા, સમુદ્રમાં જેમ તરનારા સર્વેનો કિનારે પહોંચવાનો માર્ગ એક જ હોય છે તેમ અહીં જાણવું. એટલે કે ધારો કે આઠ દસ તારુ લોકો દરિયામાં એક કિનારેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org