________________
ગાથા : ૧૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૯૭ જેઓનું ચિત્ત પ્રાકૃતભાવોમાં નિરુત્સુક બનેલ છે. અને ભવસંબંધી (સાંસારિક) ભોગોથી જેઓ વિરક્ત બનેલા છે. તે આવા પ્રકારના યોગી મહાત્માઓ “મુક્ત જીવોની તુલ્ય” કહેવાય છે. જાણે મુક્ત જ હોય શું? એવા હોય છે. અને આ મહાત્માઓ જ ભવાતીતાર્થયાયી (મુક્તિના યથાર્થ માર્ગ ઉપર ચાલનારા) કહેવાય છે.
પ્રશ્ન- આવા યોગીઓને જ ભવાતીતાર્થયાયી કેમ કહેવાય છે ?
ઉત્તરઃ- વત્તાસંહિતિ જે ચિત્ત ભવનું કારણ બને, સંસારની રખડપટ્ટીનું કારણ બને તે “ભવચિત્ત” કહેવાય છે. જ્યારે ચિત્ત રાગ-દ્વેષ-અજ્ઞાનતા અને કષાયાદિ કલુષિત ભાવોથી વ્યાપ્ત હોય છે. ત્યારે તે ચિત્ત ભવહેતુ (જન્મ-મરણની વૃદ્ધિ રૂપ સંસારહેતુ) બને છે. આ મુનિઓ અસંમોહ યુક્ત અનુષ્ઠાનવાળા હોવાથી તેનું ચિત્ત પ્રાકૃતભાવોમાં નિરુત્સુક થયેલ છે. અને તેઓ ભવભોગોથી વિરક્ત થયેલા હોવાથી ભવનો હેતુ બને તેવા ચિત્તનો સ્પર્શ તેઓને થતો નથી. તે કારણથી આ મુનિઓ મુક્તિમાર્ગે ચાલનારા કહેવાય છે. જે ૧૨૭ ||
एक एव तु मार्गोऽपि, तेषां शमपरायणः ।
अवस्थाभेदभेदेऽपि, जलधौ तीरमार्गवत् ॥ १२८॥ ગાથાર્થ =સમુદ્રમાં જેમ અવસ્થા ભેદનો ભેદ હોવા છતાં પણ કિનારે પહોંચવાનો માર્ગ એક જ હોય છે તેમ તે યોગી મહાત્માઓનો (ગુણસ્થાનકની અપેક્ષાએ) અવસ્થાભેદનો ભેદ હોવા છતાં પણ મુક્તિમાર્ગ પણ એક જ છે અને તે “શમપરાયણ” છે. | ૧૨૮ /
ટીકા “ તુ માન' રિવિણનિક્ષT | “તેરા'' ભવાતીતાર્થ વિનાં “રામપરાયT:” શનિષ્ઠ | ‘‘અવસ્થાનેરમે '' गुणस्थानकभेदापेक्षया । "जलधौ तीरमार्गवदिति" निदर्शनम् । अवस्थाभेदश्छेह तद्रासन्नतादिभेदेन ॥ १२८॥
વિવેચન - ભવાતીતાર્થયાયી (મોક્ષના માર્ગે ચાલનારા) એવા તે યોગી મહાત્માઓના ગુણસ્થાનકની અપેક્ષાએ અવસ્થાભેર સ્વરૂપ ભેદ હોવા છતાં પણ “ચિત્તવિશુદ્ધિ લક્ષણવાળો” મુક્તિનો માર્ગ તો એક જ હોય છે અર્થાત્ સર્વજ્ઞ તો એક છે જ. પરંતુ મુક્તિ માર્ગ પણ એક છે.
અહીં મુક્તિનો માર્ગ એટલે મુક્તિનો ઉપાય, મુક્તિની સાધના. ત્યાં “ચિત્તની વિશુદ્ધિ” ચિત્તની નિર્મળતા, ચિત્તમાંથી રાગ-દ્વેષ આદિ રૂપ કલુષિતતાનો અભાવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org