________________
ગાથા : ૧૨૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૫ કર્યો છે અને પૂરેપૂરા ઉત્તમોત્તમ ભાવથી આવા પરમ તત્ત્વના (મુક્તિના) માર્ગે જેઓએ પ્રયાણ આદર્યું છે. પરમાર્થ તત્ત્વની પ્રાપ્તિનું સંપૂર્ણપણે જેને ભાન છે. તેવા મહાયોગી પુરુષોને આ અનુષ્ઠાનો એકાન્તવિશુદ્ધિવાળાં હોવાથી શીઘ મુક્તિફળ આપનારાં બને છે. પ્રાયઃ તે જ ભવે આ યોગીઓની મુક્તિ થાય છે.
વાવ નક્ષમાદ–ભવાતીત (મુક્તિ) માટેનો જે માર્ગ છે. તેમાં ગમન કરનારા આ યોગીઓનું જ હવે લક્ષણ જણાવે છે.
प्राकृतेष्विह भावेषु, येषां चेतो निरुत्सुकम् ।
भवभोगविरक्तास्ते, भवातीतार्थयायिनः ॥ १२७॥ ગાથાર્થ = આ લોકમાં જે મહાત્માઓનું ચિત્ત પ્રાકૃતભાવોમાં (પ્રકૃતિજન્ય ભાવોમાં) નિરુત્સુક (નિરસ) છે. અને સંસારના ભોગોથી જેઓ વિરક્ત છે. તે મહાત્માઓ ભવાતીતાર્થયાયી (મુક્તિમાર્ગગામી) કહેવાય છે. | ૧૨૭ | ટીકા - “
પ્રષિદ મy” શાતિપુ બુદ્ધિપર્યવસાનેવું, “શેષાં ચેતો निरुत्सुकं" निःसंगतासमावेशात् । “भवभोगविरक्तास्ते" एवम्भूता जीवा मुक्तकल्पा, "भवातीतार्थयायिन" उच्यन्ते भवचित्तासंस्पर्शादिति ॥ १२७॥
વિવેચન - પ્રકૃતિમાંથી થયેલા જે ભાવો તે પ્રાકૃતિક ભાવો કહેવાય છે. સાંખ્યદર્શનના મતે આ જગતમાં પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વ છે. પુરુષ એટલે આત્મા. તેઓના મતે તે આત્મા શુદ્ધ, બુદ્ધ, અકર્તા અને અભોક્તા છે પ્રકૃતિ એટલે સત્ત્વ, રજસ્ અને તમ એ ત્રણે ગુણોની સામ્યવસ્થા. આ પ્રકૃતિનું બીજું નામ મહત્તત્ત્વ પણ કહેવાય છે. સત્ત્વ, રજસ્ અને તમસૂની હીનાધિક અવસ્થાના કારણે તેમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. આ અહંકારમાંથી ૧૧ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એમ (તે પાંચ દ્વારા જ્ઞાન થાય છે. માટે) પાંચ જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. તથા હાથ, પગ, લિંગ, ગુદા અને વાણી આ પાંચ કર્મેન્દ્રિય કહેવાય છે. (કારણ કે તેનાથી અનુક્રમે (૧) ગ્રહણમોચન (૨) ગતિ (૩) સંભોગ (૪) મલોત્સર્ગ અને (૫) ઉપદેશ આદિ રૂપ કાર્યો થાય છે. માટે કર્મેન્દ્રિય) અને મન એમ ૧૧ ઇન્દ્રિયો જાણવી. આ ૧૧ ઇન્દ્રિયોમાંથી સ્પર્શન-રસના આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી અનુક્રમે વાયુ, પાણી, પૃથ્વી, તેજ અને આકાશ એ પાંચ ભૂતતત્ત્વો ઉત્પન્ન થાય છે. અને તે પાંચ ભૂતોમાંથી ક્રમસર સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દ એમ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. જેથી કુલ ૨૫ તત્ત્વો થાય છે એમ સાંખ્યો માને છે. તેનું ચિત્ર આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org