________________
૩૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૬ છે. અનુષ્ઠાનોના આચરણનું અનંતર (શીધ્ર) ફળ આત્માની એકાન્ત પરિશુદ્ધિ જ છે. અને એકાન્ત પરિશુદ્ધિ થવા દ્વારા શીઘ્ર ફળ મુક્તિ છે.
આ પ્રશ્ન - આ અનુષ્ઠાનોમાં “એકાન્ત પરિશુદ્ધિ” કહો છો તો પૂર્વે કહેલા બે પ્રકારનો અનુષ્ઠાનોમાં શું એકાન્ત પરિશુદ્ધિ હોતી નથી?
ઉત્તર - પૂર્વે કહેલા બે પ્રકારના અનુષ્ઠાનોમાં એકાન્ત વિશુદ્ધિ હોતી નથી, તે આ પ્રમાણે બુદ્ધિપૂર્વક કરાયેલાં પ્રથમવર્ગનાં અનુષ્ઠાનો ઇન્દ્રિયાર્થવિષયક હોવાથી મોહયુક્ત દ્રવ્ય પુણ્યબંધ (પાપાનુબંધી પુણ્યબંધ) કરાવનારાં છે માટે અશુદ્ધ અનુષ્ઠાનો છે. તેથી એકાન્ત પરિશુદ્ધ નથી. અને જ્ઞાનાત્મક બોધપૂર્વક કરાયેલાં બીજા વર્ગનાં અનુષ્ઠાનો આગમયુક્ત બોધવાળાં હોવાથી શુદ્ધ પણ છે અને મોહરહિત એવો દ્રવ્ય પુણ્યબંધ (પુણ્યાનુબંધી પુણ્યબંધ) કરાવનારાં પણ છે. એટલે વિશુદ્ધિવાળાં અને બંધરૂપ આશ્રવવાળાં પણ છે. આ પ્રમાણે આશ્રવ પણ હોવાથી એકાન્ત પરિશુદ્ધિ નથી. જ્યારે આ અસંમોહભાવવાળાં ત્રીજા નંબરનાં અનુષ્ઠાનો કેવળ વિશેષ નિર્જરા કરાવનારાં હોવાથી અને પૂર્વ બદ્ધ પુણ્યપ્રકૃતિઓનો પણ ક્ષય કરાવનાર હોવાથી “એકાન્ત પરિશુદ્ધિવાળાં કહેવાય છે. આશ્રવરહિત કેવળ નિર્જરા કરાવનારાં જ છે.
પ્રશ્નઃ- આવાં અનુષ્ઠાનોને માશુ શીધ્ર મુક્તિફળ આપનારાં કેમ કહો છો?
ઉત્તરઃ- પ્રથમ વર્ગનાં અનુષ્ઠાનો સંસાર-ફળહેતુ છે. એટલે મુક્તિ હેતુ તો છે જ નહીં અને બીજા વર્ગનાં અનુષ્ઠાનો મુક્તિ-ફળ હેતુ છે, પરંતુ તેમાં પુણ્યબંધ રૂપ આશ્રવ હોવાથી મુક્તિફળ આપતાં પહેલાં વચ્ચે દેવભવો કરાવનારાં છે. એટલે પરંપરાએ અર્થાત્ દીર્ઘકાળે મુક્તિ-ફળહેતુ છે. જ્યારે ત્રીજા વર્ગનાં આ અનુષ્ઠાનો આશ્રવમુક્ત અને એકાન્તપરિશુદ્ધ હોવાથી પૂર્વબદ્ધ પુણ્ય પ્રકૃતિઓની પણ ગુણશ્રેણીઓ દ્વારા નિર્જરા કરાવનારાં હોવાથી તે જ ભવે મુક્તિફળ આપનારાં છે. વચ્ચે દેવાદિ ભવ આપવા રૂપ પણ વિલંબ કરનારાં નથી. તેથી માશુ શીઘ મુક્તિદાયી કહ્યાં છે.
પ્રશ્ન :- આ અનુષ્ઠાનો શીધ્ર મુક્તિફળ ક્યા જીવોને આપે છે?
ઉત્તર :- મુક્તિના માર્ગે ચાલનારા આત્માઓને આ અનુષ્ઠાન શીધ્ર મુક્તિફળ આપે છે. તથા મુક્તિના માર્ગે ચાલનારા જીવો એટલું જ નહીં પરંતુ સમ્યક્ પ્રકારે જાયું છે પરતત્ત્વ (મુક્તિતત્ત્વ-આત્માનું શુદ્ધ-બુદ્ધ એવું ઉત્તમોત્તમતત્ત્વ) જેઓએ એવા અને મુક્તિ માર્ગે ચાલનારા જીવોને આ અનુષ્ઠાનો શીધ્ર મુક્તિપદદાયી થાય છે.
સારાંશ કે ગુરુગમથી અને સતત આગમશ્રવણ તથા આગમાભ્યાસથી આવું પરમતત્ત્વ સમ્યપ્રકારે જેઓએ જાણ્યું છે. શ્રદ્ધા કરી છે. આત્મા બરાબર તેમાં લયલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org