________________
૩૯૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૭
પુરુષ-૧
૧ પ્રકૃતિ
બુદ્ધિ (મહત્તત્ત્વ)
અહંકાર
સ્પર્શન રસના ઘાણ ચક્ષુ શ્રોત્ર હાથ પગ લિંગ ગુદા વાણી મન = I ! ! ! ! વાયુ જલ પૃથ્વી તેજ આકાશ | | | | | સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ તન્માત્રા તન્માત્રા તન્માત્રા તન્માત્રા તન્માત્રા
“પ્રકૃતિ” તત્ત્વ એ આત્માનું સ્વરૂપ નથી. તે પ્રકૃતિ આત્મતત્ત્વથી સર્વથા ભિન્ન પદાર્થ છે. આ કારણથી અસંમોહ અનુષ્ઠાનને પામેલા જીવોનું મન પ્રકૃતિથી બનેલા તે પ્રાકૃતભાવોમાં (આત્મતત્ત્વથી ભિન્ન એવા પૌગલિક ભાવોમાં) ઉત્સુક હોતું નથી. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ભાવોમાં ઉપર બતાવેલા ચિત્ર પ્રમાણે નીચેથી શબ્દતન્માત્રાથી આરંભીને બુદ્ધિતત્ત્વ સુધીના પ+૫+૧૧+૧+૧=૨૩ પૌદ્ગલિક ભાવોમાં જે જે અનુકૂળ ભાવો છે. તેમાં રાગને વશ અને જે જે પ્રતિકુળ ભાવો છે. તેમાં અપ્રીતિને વશ આ મુનિઓનું મન થતું નથી. આત્મતત્ત્વમાં લીન રહેનારા આ મુનિઓ પ્રકૃતિજન્ય અનુકૂળ-પ્રતિકૂળ ભાવમાં ઉત્સુક્તા રહિત હોય છે. આકુળ-વ્યાકુળતા રહિત હોય છે. પ્રીતિ-અપ્રીતિ રહિત હોય છે. જે કાળે જે પ્રસંગે ઉપસ્થિત થાય તે કાળે તે પ્રસંગમાં મધ્યસ્થવૃત્તિ વડે વર્તનારા હોય છે આ કારણે તેઓનું મન “ઉત્સુક્તા વિનાનું” હોય છે.
પ્રશ્ન- નિત્સુક એટલે શું?
ઉત્તરઃ- પ્રાકૃતભાવો મેળવવાની અને ભોગવવાની તીવ્ર ઉત્કંઠા તે ઉત્સુક્તા કહેવાય છે. તેનાથી રહિત અર્થાત્ મધ્યસ્થ વૃત્તિવાળું.
પ્રશ્નઃ- આ યોગીઓનું ચિત્ત કયા કારણે નિરુત્સુક હોય છે ?
ઉત્તર - પ્રાકૃતભાવો પ્રત્યે નિસંગતા (અનાસક્તિ)નો સમાવેશ થયેલ હોવાથી તેઓનું ચિત્ત નિરુત્સુક હોય છે. અર્થાત્ પ્રકૃતિજન્ય સાંસારિક સર્વે અનુકૂળ-પ્રતિકૂળ એવા પૌદ્ગલિક ભાવોમાંથી આસક્તિ દૂર થઈ ગઈ છે. તેથી તેનું ચિત્ત પ્રકૃતિજન્ય ભાવોમાં નિરુત્સુક બનેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org