________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૮-૧૨૯
બીજા કિનારે તરીને પહોંચવા માટે પડ્યા અને તરવાનું કામ શરૂ કર્યું. હવે જેની તરવાની ક્રિયા વેગવાળી છે. અને જે તે સંબંધી સારૂં જ્ઞાન ધરાવે છે. અને સારી રીતે તરવાની ક્રિયા કરે છે. તે સૌથી પહેલો કિનારાની આસન્ન બને છે. તેનાથી ઉતરતા ઉતરતા દરજ્જાવાળી જેઓની તરવાની ક્રિયા અને તે સંબંધી જ્ઞાન છે. તેઓ તેટલા જ કાળમાં તે જ કિનારાથી દૂર, દૂરતર અને દૂરતમ છે પરંતુ સર્વે તારુ લોકોનો કિનારા તરફ જવાનો માર્ગ એક જ હોય છે. તેમ અહીં શ્રેણીમાં હોય કે અપ્રમત્ત હોય, પ્રમત્તે હોય કે સમ્યક્ત્વગુણઠાણે હોય પરંતુ સંસારરૂપી સમુદ્ર તરનારા તે સર્વે જીવોનો મુક્તિએ પહોંચવા તરફનો “ચિત્તવિશુદ્ધિ” રૂપી માર્ગ એક જ હોય છે.
પ્રશ્ન- માનીેપ-અવસ્થા ભેદ હોવા છતાં “માર્ગ પણ” એક છે એમ કહીને પિ શબ્દથી (બીજું પણ કંઇક એક છે તે) શું કહેવા માગે છે?
ઉત્તર:- સંસારરૂપી સમુદ્ર તરનારા સર્વે આ અપુનબંધકથી શ્રેણી સુધીના યોગીઓના “સર્વજ્ઞ” તો એક છે જ. પરંતુ સર્વજ્ઞ થવાનો માર્ગ પણ એક જ છે. એમ અપિ શબ્દનો અર્થ જાણવો. કારણ કે આ પ્રકરણ સર્વજ્ઞના વિષયમાં ચાલે છે. તેથી સર્વજ્ઞ અને (સર્વજ્ઞતા પૂર્વક પ્રાપ્ત થનારી) મુક્તિ (પરતત્ત્વ) તો સર્વે તારુની એક છે પરંતુ તેને તરવા માટેનો “ચિત્તવિશુદ્ધિ” રૂપ માર્ગ પણ એક જ છે. જેમ દરિયાના કિનારે આવવાનો સર્વે તારુનો માર્ગ એક છે તેમ.
પ્રશ્ન :- અવસ્થામેભેàપિ આ શબ્દમાં પિ શબ્દનો અર્થ શું?
ઉત્તર :- જેઓની અવસ્થા એક (અભિન્ન) છે. તેઓનો તો માર્ગ એક છે જ એટલે કે જેઓ શ્રેણીમાં પહોંચ્યા છે તે સર્વેનો તો ચિત્તવિશુદ્ધિ રૂપ માર્ગ એક છે જ. કારણ કે સમાન ગુણસ્થાનકવર્તી છે. તથા જેઓ અપ્રમત્ત છે તથા જેઓ પ્રમત્ત છે ઇત્યાદિ તે તે ગુણસ્થાનકવર્તી જીવો તો સમાન ગુણસ્થાનકવર્તી હોવાથી એક માર્ગે છે જ. પરંતુ ગુણસ્થાનક ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ ‘ચિત્તવિશુદ્ધિથી મુક્તિ પ્રાપ્ત થાય છે.” એવું જ્ઞાન અને એવું આચરણ કરવા વડે સર્વે તારુઓ એક રસ્તે ચાલી રહ્યા છે. એમ જાણવું. ॥ ૧૨૮॥
परतत्त्वाभिधित्सयाऽऽह
૩૯૯
“હવે પરતત્ત્વ” એટલે શું? તે સમજાવવાના આશયથી જણાવે છે. संसारातीततत्त्वं तु, परं निर्वाणसंज्ञितम् । तद्भयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ ૧૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org