________________
ગાથા : ૧૧૪-૧૧૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૭૩ તરીકે અમદાવાદથી સુરતનો જે માર્ગ છે અને અમદાવાદથી રાજકોટનો જે માર્ગ છે તે બન્ને માર્ગો કદાપિ એક હોઈ શકતા નથી. જો તે બન્ને માર્ગો એક જ હોત તો તે બન્ને માર્ગોના અંતે સુરત અથવા રાજકોટ એમ જે ભિન્ન-ભિન્ન શહેર આવે છે તે આવત નહીં. નગરભેદ હોઈ શકે નહીં. તેવી રીતે ભવનપતિ દેવમાં જવાના માર્ગરૂપે, વૈમાનિક દેવમાં જવાના અને માર્ગરૂપે જ્યોતિષ્ક દેવમાં જવાના માર્ગરૂપે, જે ભક્તિ કરાય છે તે ભિન્ન-ભિન્ન હોય છે.
જૈનેતર દર્શનોમાં પણ દેવો અનેક પ્રકારના છે તેથી તે તે દેવોને ઉદેશીને ઇતરદર્શનોને અનુસારે કરાતી સેવા-પૂજા પણ વિવિધ પ્રકારની હોય છે. રાધા-કૃષ્ણની, રામ-સીતા-લક્ષ્મણની, શંકર-પાર્વતીની, હનુમાનજીની, ઇત્યાદિ દેવોની ભિન્નતાના કારણે તેઓની સેવાપૂજા રૂપ ભક્તિ પણ વિવિધ જ હોય છે. સમાન હોતી નથી. ૧૧૪ તથા
इष्टापूर्तानि कर्माणि, लोके चित्राभिसन्धितः ।
नानाफलानि सर्वाणि, द्रष्टव्यानि विचक्षणैः ॥ ११५॥
ગાથાર્થ =આ લોકમાં ભિન્ન-ભિન્ન આશયથી કરાતાં ઈષ્ટ-પૂર્તિ કાર્યો પણ વિવિધ ફળવાળાં છે એમ વિચક્ષણ પુરુષોએ જાણવું. / ૧૧૫ II
ટીકા -‘છાપૂર્વાનિ મffજ” વક્ષ્યાત્મિક્ષ નિ, “નો.” પ્રળિon, "चित्राभिसन्धितः" कारणात् । किमित्याह-"नानाफलानि" चित्रफलानीति, योऽर्थः સવ કર્ણવ્યાનિ''તુમેરાન્ ા વૈરિત્યાદિ-વિવક્ષ: "વિિિતિ
વિવેચન :- જૈન દર્શનમાં સંસારી દેવો જેમ અનેક પ્રકારના છે. તેમ ઇતર દર્શનોમાં પણ સંસારી દેવો અનેક પ્રકારના છે. તેઓને ઉદેશીને કરાતાં ઈષ્ટાપૂર્ત વગેરે ભક્તિરૂપ કાર્યો આ લોકમાં “વિત્ર+મિશ્વિતઃ” વિવિધ પ્રકારના આશયભેદ સ્વરૂપ કારણથી કરાય છે. તેથી તે સર્વે ભિન્ન-ભિન્ન ફળવાળાં છે. એમ વિચક્ષણ (વિદ્વાન) પુરુષોએ સમજવું જોઇએ.
ઇચ્છાપૂર્તિ આદિ ભક્તિકાર્યો સર્વે ભિન્ન-ભિન્ન ફળવાળાં છે એવો વોડર્થ. જે અર્થ ઉપર કહ્યો () તે તમેતો ભક્તિ કાર્ય કરતી વખતે હૃદયગત આશયભેદ રૂપ કારણભેદથી જાણવા યોગ્ય છે. ઇચ્છાપૂર્તિ આદિ સમાનપણે કરનારા ભક્તલોકોના હૃદયમાં જે જે ભિન્ન-ભિન્ન આશય હોય છે તેથી તેનું ફળ પણ ભિન્ન-ભિન્ન હોય છે. આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org