________________
૩૮૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૩ અભિપ્રેત (ઈસ્ટ) અર્થનું સાધન છે. માટે સુંદર છે. જે ઉદાહરણ જે તત્ત્વ સમજાવવા માટે આપ્યું હોય તે ઉદાહરણ જો તે તત્ત્વ બરાબર સમજાવી શકતું હોય તો તે સુંદર ઉદાહરણ કહેવાય છે. | ૧૨૨ सदनुष्ठानलक्षणमाहઅસંમોહ સમજાવવામાં ગાથા ૧૨૧માં “સદનુષ્ઠાન” શબ્દ આવ્યો છે તે સમજાવે છે.
आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः ।
जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ॥ १२३॥ ગાથાર્થ =આદર, કરવામાં પ્રીતિ, નિર્વિદનતા, સમ્પત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા, તે અનુષ્ઠાનોના જાણકારોની સેવા, અને તેના જાણકારોની કૃપાદૃષ્ટિ આ સર્વે સદનુષ્ઠાનનું લક્ષણ છે. • ૧૨૩|
ટીકા -“મા” યત્નાતિશય રૂછો, “ર પ્રતિfમષ્યત્મિ ” | “
'' gવાદBસામથ્થત ! “સમ્પતા:” તત વ શુભમાવપુષ્યસિદ્ધ, ““fજજ્ઞાષ્ટવિ ,” , “
તવ ચેષ્ઠાવિજ્ઞાડવા,” चशब्दात्तदनुग्रहग्रहः । एतत्सदनुष्ठानलक्षणं, अनुबन्धसारत्वादस्य ॥ १२३॥
વિવેચન :- જે અનુષ્ઠાનો પ્રત્યે આદર, પ્રીતિ વગેરે ઉપરોક્ત સાત ભાવો સંભવતા હોય તે અનુષ્ઠાનને “સદનુષ્ઠાન” કહેવાય છે. તે સાતભાવોનું કંઈક વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) આદર- અતિશય પ્રયત્નવિશેષ તે આદર કહેવાય છે. ઈષ્ટાપૂર્ત વગેરે અનુષ્ઠાનોની જીવનમાં પ્રાપ્તિ કેમ થાય? તે માટે તેને સાનુકુળ પ્રયત્નવિશેષ કરવો. પુરોહિતોને આમંત્રણ આપવું. તેને અનુકુળ યજ્ઞ ગોઠવવો. બ્રાહ્મણોને બોલાવવા. યાચકોને આપવા યોગ્ય હિરણ્યાદિ લાવવું વગેરે ઇષ્ટકાર્ય કરવા માટેનો પ્રયત્ન કરવો તે આદર કહેવાય છે. હૃદયમાં જે જે અનુષ્ઠાન પ્રત્યે આદર (હાર્દિક બહુમાન-સદ્ભાવ) હોય છે. તે તે અનુષ્ઠાનો સેવવા પ્રયત્નવિશેષ સહેજે સહેજે થાય છે. સારાંશ કે ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે હાર્દિક બહુમાન-પ્રેમ તે આદર કહેવાય છે.
(૨) કરવામાં પ્રીતિ- જે જે અનુષ્ઠાન કરવાનો યોગ મળે તે તે અનુષ્ઠાનને આચરવામાં અતિશય પ્રીતિ (રાગ) હોય. જે વસ્તુ ઓછા પ્રયત્ન મળી જતી હોય સહેજે સહેજે થઈ જતી હોય તેમાં જેટલી પ્રીતિ હોય તેના કરતાં જે વસ્તુ અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org