________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૧-૧૨૨
૩૮૨
વિધિ તથા વિવેકપૂર્વક અનુષ્ઠાન આચરવાની ભાવના છે. જેમ કે કોઇ લોકો તીર્થ યાત્રાએ જતા હોય તે જોઇને અથવા જવાના છે તે સાંભળીને આગમશાસ્ત્રના આધારે ગુરુ આદિ પાસે તીર્થની યાત્રાની વિધિ યથાર્થપણે જાણીને તેનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થયાત્રા કરવાની ભાવના થાય તે.
“સદનુષ્ઠાનવાળું જ્ઞાન તે અસમ્મોહ"= ધાર્મિક અનુષ્ઠાન આચરવાની ભાવના થવી તે અસમ્મોહ. આગમશાસ્ત્રોના સતત મનન, શ્રવણ દ્વારા વિધિનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવું. તથા તેવા પ્રકારની વિધિના જ્ઞાનપૂર્વક સદનુષ્ઠાન આચરવું. સારાંશ કે સદનુષ્ઠાન આચરવાની માત્ર ભાવના જ થવી એમ નહીં પરંતુ સદનુષ્ઠાન કોને કહેવાય ? તે આગમથી યથાર્થપણે જાણીને તેવા સદનુષ્ઠાનનું આચરણ કરવું તે અસમ્મોહ કહેવાય છે. સદનુષ્ઠાનના આચરણવાળું જે જ્ઞાન તે અસમ્મોહ જાણવો. અહીં “સદનુષ્ઠાન” કોને કહેવાય? તે વાત ૧૨૩મી ગાથામાં આવે જ છે.
૧ વિષય સુખોના આશ્રયે ધર્મ અનુષ્ઠાન આચરવાની ભાવના તે બુદ્ધિરૂપ બોધ. (૨) આગમશાસ્ત્રોના જ્ઞાનપૂર્વક વિધિ અને વિવેક સાથે ધર્માનુષ્ઠાન આચરવાની જે ભાવના તે જ્ઞાનરૂપ બોધ. અને (૩) સદનુષ્ઠાનના જ્ઞાનપૂર્વક તેનું જીવનમાં આચરવું તે અસમ્મોહ કહેવાય છે. પ્રથમાનુષ્ઠાન સંસાર ફળહેતુ છે. બીજું અનુષ્ઠાન દીર્ઘકાળે મુક્તિહેતુ છે. અને ત્રીજું અનુષ્ઠાન અલ્પકાળે મુક્તિફળ હેતુ છે. ॥ ૧૨૧૫ एवमेतेषां लक्षणे व्यवस्थिते सति लोकसिद्धमुदाहरणमाह
આ પ્રમાણે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ આ ત્રણનાં લક્ષણ સિદ્ધ થયે છતે તે ત્રણેને યથાર્થ સમજાવવા માટે લોકમાં પ્રસિદ્ધ એવું એક ઉત્તમ ઉદાહરણ જણાવે છેरत्नोपलम्भतज्ज्ञान-तत्प्राप्त्यादि यथाक्रमम् ।
इहोदाहरणं साधु, ज्ञेयं बुद्ध्यादिसिद्धये ॥ १२२॥
ગાથાર્થ અહીં (૧) રત્નદર્શન, (૨) રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિ આદિ અનુક્રમે બુદ્ધિ આદિ ત્રણ પ્રકારના બોધની સિદ્ધિ માટે સારૂં ઉદાહરણ જાણવું. ॥ ૧૨૨ ॥
=
ટીકા -‘રત્નોપતમ્ભ: '' સામાન્યનેન્દ્રિયાર્થાંશ્રયા બુદ્ધિઃ, “તજ્ઞાનેં’’ ત્યામપૂર્વ રત્નજ્ઞાનં, ‘‘તત્પ્રાપ્ત્યાવિ’’ વસમ્મોહ, લોધર્માત્ત્વ ‘યથા મમ્’। ‘‘કૃ ’’- બુચાૌ । ‘‘ડાહરળ સાધુ, ’’ અભિપ્રેતાર્થસાધવાત્। અત વાહज्ञेयं बुद्ध्यादिसिद्धये बुद्धिज्ञानासम्मोहसिद्ध्यर्थमिति ॥ १२२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org