________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૫
ગાથાર્થ
જ્ઞાનપૂર્વક કરાયેલાં તે જ સર્વે અનુષ્ઠાનો શ્રુતશક્તિનો સમાવેશ થવાના કારણે અનુબંધફળવાળાં બનવાથી ફુલયોગી મહાત્માઓને (કાળાન્તરે) મુક્તિનું અંગ બને છે. ॥ ૧૨૫||
૩૯૦
=
ટીકા “જ્ઞાનપૂર્વાનિ યથોતિજ્ઞાનનિવશ્વનાનિ, તાન્યેવ મં।િ વિમિત્યાદ-‘‘મુખ્યદ્ગ' મતિ, ‘“નયોગિનાં વક્ષ્યમાળનક્ષળાનાં । લયોશિग्रहणमन्यासम्भवज्ञापनार्थम् । कुत इत्याह - "श्रुतशक्तिसमावेशात्" हेतोः । अमृतशक्तिकल्पेयं, नैतदभावे मुख्यं कुलयोगित्वम् । अत एवाह - " अनुबन्धफलत्वत:' मुक्त्यङ्गत्वसिद्धेः तात्त्विकानुबन्धस्यैवम्भूतत्वादिति ॥ १२५ ॥
4.
"
Jain Education International
વિવેચન :- જ્ઞાનપૂર્વક કરાતાં આ જ ધર્માનુષ્ઠાનો કુલયોગી આત્માઓને મુક્તિનું અંગ (કારણ) બને છે. જ્ઞાનપૂર્વક એટલે આગમશાસ્ત્રને અનુસારે, જે અનુષ્ઠાનોના આચરણકાલે આગમશાસ્ત્રોના જ્ઞાનનું અનુસરણ પરંતુ સ્વયં પોતાની ઇચ્છાનુસાર બુદ્ધિમાત્રની કલ્પના નથી. તેથી જ યથોદિત (પૂર્વે ૧૨૧મી ગાથામાં કહ્યા મુજબના) આગમજ્ઞાન છે પ્રધાન નિબંધન (કારણ) જેમાં એવાં સર્વે અનુષ્ઠાનો મુક્તિનું અંગ બને છે. કારણ કે આ અનુષ્ઠાનો હવે મોહગર્ભિત નથી પરંતુ જ્ઞાનગર્ભિત છે. જ્ઞાન ગર્ભિતતા એ જ વૈરાગ્યહેતુ છે. વૈરાગ્ય એ વીતરાગતાનો હેતુ છે અને વીતરાગતા એ મુક્તિહેતુ છે. તેથી આગમજ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો મુક્તિનું અંગ બને છે.
""
જે જે અનુષ્ઠાનોમાં આગમજ્ઞાનનું અનુસરણ હોય છે. તે તે અનુષ્ઠાનોમાં આગમજ્ઞાનના પ્રભાવથી શ્રુતશક્તિનો સમાવેશ (પ્રવેશ) થાય છે. શ્રુતશક્તિ એટલે વિધિ-અવિધિનો વિવેક. કર્તવ્યાર્તવ્યનું ભાન. હેયોપાદેયભાવની જાગૃતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવનો વિવેક આ બધી શ્રુતશક્તિ કહેવાય છે. આગમશાસ્ત્રોના અભ્યાસ-શ્રવણ આદિના અનુસરણથી ઉપરોક્ત વિવેક રૂપ શ્રુતશક્તિ પ્રગટે છે. તે શ્રુતશક્તિના પ્રવેશથી ઉંચી કોટિના ભાવપૂર્વક અનુષ્ઠાનો થાય છે. જેથી તેનો અનુબંધ થાય છે. વારંવાર ભાવપૂર્વક અનુષ્ઠાનોનું સેવન કરવાથી તેના પ્રત્યે દઢ પ્રીતિબંધ થવાથી જીવનમાં તે તે અનુષ્ઠાનોના ગાઢ સંસ્કારો જામી જવાથી કાળાન્તરે અને ભવાન્તરે પણ તે અનુષ્ઠાનોનું આચરણ વેગે વેગે વધુ ભાવથી પ્રાપ્ત થાય છે. અને એ પરંપરાએ મુક્તિનું અંગ બને છે.
જ્ઞાનપૂર્વક કરાતાં આ અનુષ્ઠાનો કુલયોગીને મુક્તિનું અંગ બને છે. અહીં “ફુલયોગી”
For Private & Personal Use Only
www.jainelibrary.org