________________
૩૮૮
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૪ ટીકા - “બુદ્ધિપૂarm iffm.” યથોહિતબુદ્ધિનિબન્ધનાનિ, “સર્વીષ્યવ” સામાન્ચન, “” નો, “દિન' પ્રળિનામ્ ! ક્ષિત્યિE “સંસારચેવ” अशास्त्रपूर्वकत्वात् । तथा चाह-“विपाकविरसत्वतः" इति, तेषां नियोगत एव विपाकविरसत्वादिति ॥१२४॥
વિવેચન :- બુદ્ધિપૂર્વકના બોધથી કરાયેલાં સર્વ પણ ધર્મ અનુષ્ઠાનો આ લોકમાં સામાન્યથી પ્રાણીઓને સંસારરૂપ ફળ આપનારાં જ છે. અહીં બુદ્ધિ શબ્દનો અર્થ ગાથા-૧૨૧માં કહેલો ઇન્દ્રિયાર્થવિષયક કરવો. એટલે પાંચ ઇન્દ્રિયજન્ય સુખો મળે એવા આશયવાળી યથોદિત જે બુદ્ધિ તેવી બુદ્ધિ જ છે કારણ જેમાં એવાં ધર્માનુષ્ઠાનો સામાન્યથી સંસારફળહેતુ જાણવાં.
પ્રશ્ન- આવાં પણ છે તો ધર્મ અનુષ્ઠાનો, તો પછી સંસારહેતુ કેમ બને છે ?
ઉત્તર :- અન્નપૂર્વવત્વ શાસ્ત્રપૂર્વક ન હોવાથી તે સંસારહેતુ બને છે. અથવા મિથ્યાશાસ્ત્રો અનુસાર કરાતાં હોવાથી વિપરીત બુદ્ધિજનક છે. માટે પણ સંસારહેતુ બને છે. જે અનુષ્ઠાનો વીતરાગ પરમાત્માના શાસ્ત્રને અનુસાર થતાં નથી. જેમાં શાસ્ત્રજ્ઞાનની ઉપેક્ષા કરવામાં આવી હોય છે. અને ઇન્દ્રિયસુખની અપેક્ષાપૂર્વક પોતાની ઇચ્છાનુસાર બુદ્ધિ દ્વારા જે જે ધર્મ અનુષ્ઠાનો મનમાની કલ્પનાથી કરાય છે. તે પણ દેવભવ આદિ આપવા દ્વારા સંસારફળ (જન્મ-મરણની પરંપરા વધારવા રૂપ ફળ)ને આપનારાં બને છે. જો પાપકારી અનુષ્ઠાનો કરાયાં હોત તો નરક-નિગોદના ભવ આપત. આ ધર્માનુષ્ઠાનો કરાયાં છે એટલે દેવભવો આપે, નરક-નિગોદના ભવો ન આપે. પરંતુ ઇન્દ્રિયસુખોની વાસના યુક્ત હોવાથી મોહગર્ભિત છે. તેથી શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન છે માટે ભવોભવમાં રખડાવનારાં-ભવોભવની પરંપરા વધારનારાં બને છે. જ્યાં શાસ્ત્રમાર્ગની અપેક્ષા હોય છે. ત્યાં જ મુક્તિની કારણતા હોય છે. અહીં શાસ્ત્રપૂર્વક્તા ન હોવાથી સંસારફળ હેતુ થાય છે.
પ્રમ- સામાન્ચન આ પદ ટીકામાં લખીને સામાન્યથી સર્વ પણ અનુષ્ઠાનો સંસાર ફળહેતુ છે. એમ કેમ કહ્યું ? એમ કહેવાનો આશય શું?
ઉત્તર - સળેવ આ શબ્દની સાથે સંબંધવાળો એવો આ સામાન્ય શબ્દ ટીકામાં કહ્યો છે. તેથી સર્વે પણ ધર્મ અનુષ્ઠાનો સંસાર ફળ હેતુ થાય છે આ વાત સામાન્યથી જાણવી. એટલે કે કોઈક અનુષ્ઠાન ઇન્દ્રિયજન્ય સુખની અપેક્ષાએ બુદ્ધિપૂર્વક જ પ્રારંભ કરાયું હોય, પરંતુ કાળાન્તરે સત્-ગુરુનો અથવા સશાસ્ત્રનો યોગ થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org