________________
ગાથા : ૧૨૩-૧૨૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૮૭
કૃપાદૃષ્ટિ હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી કૃપાદૃષ્ટિ વિનય, વૈયાવચ્ચ આદિ ગુણવાળા જીવો ઉપર જ વરસે છે. જો કૃપાદૃષ્ટિ હોય તો અલ્પપ્રયત્ન પણ ઘણું જ્ઞાન મળે છે. અને વિશેષ વિશેષ યોગ્યતા જીવમાં આવતી જ જાય છે. માટે કૃપાદૃષ્ટિ પણ અતિ જરૂરી છે.
આ પ્રમાણે એક જ ધર્માનુષ્ઠાન જો (૧) આદરભાવપૂર્વક (પ્રયત્ન વિશેષથી કરાયેલું) હોય, (૨) તે કરવામાં આન્તરિક પ્રીતિવિશેષ હોય, (૩) તેમાં આવતાં વિનોના વિજય માટેનો વર્ષોલ્લાસ હોય, (૪) તેના દ્વારા બાહ્ય સંપત્તિ (સાનુકૂળતા) અને આન્તરિક સંપત્તિ (ગુણપ્રાપ્તિ) થતી હોય. (૫) તથા તે તે અનુષ્ઠાનની વિધિ આદિ જાણવાની જિજ્ઞાસા હોય અને (૬) તેના માટે તેના જ્ઞાતાઓ પ્રત્યે ભક્તિભાવપૂર્વક સેવા કરવાનો પરિણામ હોય અને (૭) તે સેવા દ્વારા ગુરુઓની પ્રસન્નતા મેળવી હોય તો જ આ કરાતું અનુષ્ઠાન “સદનુષ્ઠાન” કહેવાય છે.
પ્રશ્ન- આવા સાત લક્ષણોવાળા અનુષ્ઠાનને જ સદનુષ્ઠાન કેમ કહેવાય છે ?
ઉત્તર- મનુબંન્યારત્વવિચ=આવા પ્રકારના સાત લક્ષણોવાળું જે આ અનુષ્ઠાન કરાય છે. તેનો શ્રેષ્ઠ અનુબંધ થતો હોવાથી તે સદનુષ્ઠાન કહેવાય છે. અનુબંધ એટલે ગાઠ સંબંધવાળું, આગળ-આગળ જેની પરંપરા ચાલે તે, જો આવા પ્રકારના સાત લક્ષણોવાળું અનુષ્ઠાન કરાય તો આત્માને તે અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિ અને આદર વૃદ્ધિ પામતાં આત્માની સાથે ગાઢ સંબંધવાળું થઈ જાય છે. દિન-પ્રતિદિન વધારેને વધારે કરવાનું જીવને મન થાય છે. તેના ગાઢ સંસ્કારો જામી જાય છે. જેથી ભવાન્તરમાં પણ બાલ્યવયથી જ તે તે અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ સદનુષ્ઠાન આ રીતે ગાઢ સંસ્કારવાળું બનતાં અલ્પભવમાં જ મુક્તિ પદ આપનાર બને છે. તે ૧૨૩ ||
તત્ર ત્યાં આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો કેવાં ફળદાયી છે. તે સમજાવતાં પ્રથમ બુદ્ધિ રૂપ બોધયુક્ત અનુષ્ઠાન કેવું ફળ આપે? તે કહે છે.
बुद्धिपूर्वाणि कर्माणि, सर्वाण्येवेह देहिनाम् ।
संसारफलदान्येव, विपाकविरसत्वतः ॥ १२४॥
ગાથાર્થ = બુદ્ધિરૂપ બોધ યુક્ત કરાતાં સર્વે પણ અનુષ્ઠાનો આ લોકમાં સંસારરૂપ જ ફળ આપનારાં બને છે. કારણ કે તે અનુષ્ઠાનો વિપાકમાં કડવા ફળવાળાં હોય છે. તે ૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org